________________
જૈન ધર્મની પ્રાચીનતા
ભારતીય ઇતિહાસના પ્રારંભકાળમાં જૈન ધર્મનો ઉદ્ભવ થયો. એ તો હવે નિર્વિવાદ છે કે જૈન ધર્મ ભારત અને વિશ્વના પ્રાચીન ધર્મોની અગ્રિમ હરોળમાં છે. યુગયુગાંતરથી ભારતની સભ્યતા અને સંસ્કૃતિની પ્રજ્ઞા-પરંપરામાં જૈન ધર્મ દ્વારા સમર્થન પામેલા અહિંસાના સ્વરૂપ, સમન્વયી અનેકાન્ત દૃષ્ટિ, સંયમ અને અપરિગ્રહ વૃત્તિ તથા આત્મઊર્જા-જાગૃતિના તત્ત્વજ્ઞાનનું બહુમૂલ્ય અને સ્થાયી પ્રદાન રહ્યું છે. જૈનદર્શન નિરંતર ભારતીય વિચારધારાને – હિંસાથી અહિંસા તરફ, વૈમનસ્યથી ક્ષમા તરફ, તૃષ્ણાથી ત્યાગ તરફ, ધૃણાથી પ્રેમ તરફ અને અસહિષ્ણુતાથી સહિષ્ણુતા તરફ – પ્રેરિત કરે છે. ૬ ,
જૈન ધર્મના પ્રારંભના પ્રવર્તક હતા એના પ્રથમ તીર્થકર ઋષભદેવ. અહંત અવસ્થાની પ્રાપ્તિ બાદ જ તીર્થંકર ધર્મનો ઉપદેશ આપે છે. જોકે અરિહંત દ્વારા પ્રવર્તન થવાથી એને “આહંદુ ધર્મ” એવું નામ મળ્યું. “આહંતુની સાથે સાથે પ્રાચીન નામો છે – “શ્રમણ (સમણ)” અને “નિગણ્ય'. “નિગઠ” શબ્દ “નિગ્રંથ'નું પ્રાકૃત-પાલી ભાષાનું રૂપાંતર છે. વેદોમાં જૈન ધર્મનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org