________________
જૈન ધર્મ ઃ વારસો અને વેભવ
નમો અરિહંતાણં :
મંત્રમાં સર્વપ્રથમ અરિહંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પદનો એકાગ્રતાથી ઉચ્ચારણ અથવા જાપ કરવાથી અરિહંત-સ્વરૂપની સાથે તાદાસ્યભાવનો અનુભવ થાય છે. અરિહંત એવા માનવ છે જેમણે પોતાના માનવજીવનકાળમાં બધા પરિગ્રહોનો ત્યાગ કરી, વિતરાગી બની કઠોર અને લાંબી સાધના કરી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. “અરિનો અર્થ છે આંતરિક વિકારરૂપી શત્રુ. “હંત'નો અર્થ છે આ શત્રુઓ પર આત્મવિજય. કુલ આઠ પ્રકારનાં કર્મો જીવાત્માના શત્રુ છે. અરિહંત ચાર ઉપર વિજય મેળવે છે. તે છે મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ.
મોહનીય કર્મ જેવા કે રાગદ્વેષ, લોભ, અહમ્, માયા, ક્રોધ, મોહ આત્માના સહુથી બળવાન શત્રુ છે અને કર્મોના રાજા છે.
અંતરાય કર્મ : અંતરાય કર્મથી આત્માની શક્તિનો વિસ્તાર અને વિકાસ રૂંધાઈ જાય છે.
જ્ઞાનાવરણ કર્મ : જ્ઞાનાવરણ કર્મથી જ્ઞાનની શક્તિ ઓછી થઈને મિથ્યાજ્ઞાન સત્યજ્ઞાન ઉપર આવરણ થાય છે.
દર્શનાવરણ કર્મ : દર્શનાવરણ કર્મથી સામાન્ય વિવેકપૂર્ણ બોધમાં અવરોધ આવી જાય છે.
જીવનના આધ્યાત્મિક રહસ્યનો પાર પામવાથી અરિહંતોની દૃષ્ટિ સમ્યક અને વિવેકપૂર્ણ થઈ ગઈ અને એને સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રનો ખજાનો મળી ગયો. આ દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિ પછી એમણે પોતાના નિર્વાણ સુધી આખા દેશમાં ભ્રમણ કરીને અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો અને ધર્મનો સ્રોત વહેવડાવી લોકોને તત્ત્વબોધ અને દિશા આપી. સ્વયંની આત્મઉપલબ્ધિના ઉદાહરણે એમનાં પ્રવચનોને ગ્રહણ કરવા યોગ્ય બનાવ્યાં. આવા ચોવીસ તીર્થંકરો થયા જેઓ અરિહંતોની શ્રેણીમાં આવે છે. તેઓ કર્મનાં બંધનોથી મુક્ત થઈ ગયા. એમને આત્મકલ્યાણ અને સર્વાર્થસિદ્ધિનો માર્ગ મળી ગયો છે એમણે બીજાને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આભાથી બતાવ્યો. જો આપણે પણ
174
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org