________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
" हे अजेय विघ्नों का हर्ता, णमोकार यह मंत्र महा, सब मंगल में प्रथम सुमंगल, श्री जिनवरने सदा कहा ! सब पापों का है क्षयकारक, मंगल में सबसे पहला नमस्कार या णमोकार यह मंत्र जिनागम में पहला । "
આનો દિવ્ય ધ્વનિ, સંતુલિત શબ્દોનો લય તથા સંપૂર્ણતા હૃદયમાં આત્મશક્તિ, સમભાવ અને સહિષ્ણુના સંસ્કાર, સાહસ અને સંકલ્પ જગાવે છે.
મહામંત્રનો સંદેશ સકારાત્મક છે જે નકારાત્મક પ્રયોજનો, વિચારો અને કૃત્યોને હતોત્સાહિત કરે છે. જ્યારથી જૈન ધર્મની શરૂઆત થઈ અને તીર્થંકર વાણીએ માનવતા અને કલ્યાણનો રસ્તો બતાવ્યો, ત્યારથી આ મહામંત્ર પ્રત્યેક જૈન ધર્માવલંબીઓને માટે જૈનત્વની ઊર્જાનું પ્રતીક બની ગયો છે. જૈનત્વમાં વ્યક્તિની નહીં પરંતુ ગુણની પૂજા થાય છે અને મહામંત્ર ગુણપૂજાનું પ્રતીક છે. અનોખા લયમાં પૂરી મનોભાવનાથી કરેલું એનું સ્મરણ હૃદયમાં અતૂટ વિશ્વાસ જગાવે છે અને માનવને નૈતિક અને વિવેકપૂર્ણ જીવન વ્યતીત કરવા માટે આનંદ અને શ્રદ્ધાથી પ્રેરિત કરે છે. નવકાર મંત્રનો નિયમિત પાઠ, સ્મરણ અને એમાં આસ્થા મનમાં આધ્યાત્મિક આનંદ અને જાગરૂકતા પેદા કરે છે. જેને એક સાધારણ વ્યક્તિ મંત્રનો ચમત્કાર માને તે સામાન્ય રીતે આ મહામંત્રની ગૂઢતમ શક્તિ, ગતિશીલતા તથા નૈતિક સંવેદનશીલતા છે. આચાર્ય સિદ્ધસેને મહામંત્રને ‘ફિગ મુસ્મિ સૌમ્મ વામધુ' અર્થાત્ લૌકિક તથા પારલૌકિક સુખોને આપના૨ી કામધેનુ જણાવી છે. આ મહામંત્રના પાઠથી આત્મિક ગુણ વિકસિત થાય છે, વિનયભાવ વધે છે અને અહમ્ ઓગળી જાય છે.
એક કવિતામાં મેં લખ્યું છે :
Jain Education International
मुक्त कंठ से बोलो मंत्र णमोकार
अंतर के पट खोलो;
मिल रहे सम्यक् संस्कार
आत्म कल्याण का सार;
172
For Personal & Private Use Only
www.jainelibrary.org