________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ દુરાચાર)થી છે તે દૂર થઈ શકે અને મનુષ્ય મોહમાયા અને સ્વાર્થભર્યા કર્મબંધનોથી જ્ઞાનપૂર્વક છૂટકારો મેળવી શકે.
ધર્મગ્રંથોમાં વસ્તુના સર્વાગીણ જ્ઞાનને પ્રમાણ કહે છે તથા એકાંગી અંશાત્મક જ્ઞાનને નય કહે છે. આ નય પ્રમાણનો અંશ હોવાથી વસ્તુનો જ અંશ અંશરૂપમાં યથાર્થ જ્ઞાન કરાવવામાં સહાયક થઈ શકે છે; પરંતુ નયોના કથનમાં પરસ્પર સાપેક્ષતા હોવી જોઈએ, કારણ કે વસ્તુનાં ગુણતત્ત્વોમાં પરસ્પર સાપેક્ષતા રહ્યા કરે છે. સરળ ભાષામાં કોઈ પણ વસ્તુ અથવા વસ્તુસ્થિતિને આપણે આ સફેદ છે અને આ લાલ છે એમ નથી જોઈ શકતા. એમાં જે વિરોધાભાસ રહેશે તે સંઘર્ષને જન્મ આપશે. જૈન ધર્મ શીખવે છે કે વિભિન્ન નયોંની વચ્ચે કેટલી હદ સુધી સર્વમાન્ય સમભાવ શોધી શકાય છે. અનેકાંત દર્શન વસ્તુ અથવા સ્થિતિના પારસ્પરિક વિરોધી મતોના મંથનની શક્તિ રાખે છે અને સમન્વય કરીને એને એકતાના સૂત્રમાં જોડવાની ક્ષમતા રાખે છે; જ્યારે મતમતાંતર એકબીજાના મત અથવા દૃષ્ટિકોણને અસત્ય ઠરાવીને સ્વયંભૂ સત્યના તથાકથિત ઠેકેદાર બનીને પરસ્પર વિવાદ અને ભેદભાવની દિવાલો ઊભી કરતા રહે છે.
કાત્રિશિકામાં અનેકાંતની સમન્વયશક્તિને ખૂબ જ સુંદર શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી છે : - “ઘા વિવંસર્વસિઘવા, સમુવીસમી સાથે કૃષ્ટ:
___ न य तासु भवान् प्रदृश्यंतै, प्रविभक्तासु सरितत्स्विवोदधिः ।।" (અર્થાત્ અનેક નદીઓ સમુદ્રમાં મળે છે. એ પ્રકારે અનેક દૃષ્ટિઓ (મત) અનેકાંતરૂપી પરમેશ્વરમાં મળે છે. અલગ અલગમાં અનેકાંત (પરમેશ્વર)નાં દર્શન નથી થતાં.).
કુંદકુંદાચાર્યના સમયસારની “આત્મખ્યાતિ' ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર સમજાવ્યું છે :
વસ્તુના અનેકાંત સ્વરૂપને સમજનારી સાપેક્ષ કથનપદ્ધતિને સાદ્વાદ કહે છે. અનેકાંત અને સ્યાદ્વાદમાં ઘોત્ય અને દ્યોતક સંબંધ છે. સ્યાદ્વાદ બધી વસ્તુઓના સ્વરૂપને સિદ્ધ કરનાર અહંત સર્વજ્ઞનો નિબંધ ઉપદેશ છે. સ્યાદ્વાદ
106
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org