________________
અનેકાંત સંસ્કૃતિ
કહે છે કે અનેકાંત સ્વભાવવાળી હોવાથી બધી વસ્તુઓ અનેકાંતાત્મક છે. જે વસ્તુ તત્ છે એ જ અત છે. જે એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. આ રીતે એક વસ્તુમાં વસ્તુત્વની ઉત્પાદક પરસ્પર વિરોધી બે શક્તિઓનું પ્રગટીકરણ હોવું અનેકાંત છે.”
પોતાના પુસ્તક “તીર્થંકર મહાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થમાં વિખ્યાત જૈન વિદ્વાન ડૉ. હુકમચંદ ભારિë એક માર્મિક ટિપ્પણીમાં કહ્યું છે :
“દરેક વસ્તુમાં અનંત ધર્મ છે. એ બધાનું કથન એકસાથે તો સંભવ નથી, કારણ કે શબ્દોની શક્તિ સીમિત છે. તે એક સમયમાં એક જ ધર્મને કહી શકે છે. તેથી અનંત ધર્મોમાં એક વિવણિત ધર્મ મુખ્ય માનીને એનું પ્રતિપાદન કરવામાં આવે છે. બાકી અન્ય બધા ધર્મ ગૌણ બની જાય છે કારણ કે એના સંબંધમાં અત્યારે કંઈ કહેવામાં આવતું નથી. આ મુખ્યતા અને ગૌણતા વસ્તુમાં વિદ્યમાન ગુણોની અપેક્ષાએ નથી, પરંતુ વક્તાની ઇચ્છાનુસાર હોય છે. વિપક્ષા અને અવિવક્ષા વાણીના ભેદ છે, વસ્તુના નહીં. વસ્તુમાં તો બધા ધર્મ દરેક સમયે પોતાની પૂરી હેસિયતથી વિદ્યમાન રહે છે, એમાં મુખ્ય-ગૌણનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે વસ્તુમાં તો આ પરસ્પર વિરોધી ધર્મોને પોતાનામાં ધારણ કરવાની શક્તિ છે.”
આ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે અનેકાંત અને સ્વાવાદમાં એક વસ્તુની બધી સંભાવનાઓ અને નયોને દૃષ્ટિગત રાખીને વિભિન્ન એકાંતોની વચ્ચે વિરોધ સમાપ્ત કરવાનું સામર્થ્ય છે, કારણ કે વિરોધ વસ્તુમાં નહીં, આપણા અજ્ઞાન અથવા અધૂરા જ્ઞાનમાં છે. જેવી રીતે એક હાથીને કેટલાક આંધળા સ્પર્શ કરીને જાણવાની કોશિશ કરે તો એક હાથીના પગને અડીને કહેશે કે તે સ્તંભ છે, બીજો કાનને સ્પર્શ કરીને કહેશે કે આ તો સૂપડું છે, ત્રીજો પેટને અડીને કહેશે કે આ તો પોલી પોલી દીવાલ છે. સૂઢ પકડનારને લાગશે કે આ તે ક્યા પ્રકારનો સાપ છે. આ બધાં કથન સંપૂર્ણ હાથીની બાબતમાં સાચાં નથી કારણ કે દરેકે જોયો છે માત્ર એક અંશ અને એનાથી એ પૂર્ણ વસ્તુની કલ્પના કરી રહ્યો છે જે ખોટી છે, મિથ્યા
ઉપરોક્ત વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે અનેકાંત સ્યાદ્વાદના સિદ્ધાંતને
107
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org