________________
પર્યુષણ પર્વ
અને સ્વાભાવિક પ્રક્રિયા હોવી જોઈએ. આત્મશુદ્ધિ અભિયાનમાં જે કંઈ પણ આડે આવી રહ્યું હોય, વ્યર્થ હોય, નિરર્થક હોય, અપ્રાસંગિક અને હાનિકારક હોય એને છોડવું એ જ ત્યાગ છે.
આપણે તીર્થકરોની મૂર્તિઓમાં ખૂબ કલાથી એની વીતરાગતા ઉપસાવી અને એ પથ્થર, આરસ, ધાતુને પૂજવા લાગ્યા. પરંતુ એ વિતરાગ ભાવ તથા ત્યાગસાધના આપણા જીવનમાં ન ઉતારી શક્યા. પંચકલ્યાણકોની પ્રતિષ્ઠાઓમાં આપણે ઇન્દ્ર બનીને અથવા તીર્થંકરનાં માતાપિતા બનીને અનોખા સુખનો અહેસાસ કરીએ છીએ પરંતુ એ બધું ખરીદેલું છે. આપણે સ્વયં ક્યારે ત્યાગપ્રાપ્તિને માટે સ્વતંત્રતા-સંગ્રામમાં પોતાની તૃષ્ણા, ક્રોધ, ભય, હિંસા, લોભ અને અહંકારને પરાજિત કરીશું ! જ્યારે આ આત્મબોધ પર્યુષણ પર્વમાં થશે ત્યારે જીવનમાં નૈતિક મૂલ્યોના વિકાસ અને આત્મજાગરણના નવા દરવાજાઓ ખૂલી જશે. (૯) ઉત્તમ અકિંચન્ય :
અકિંચનસ્ય ભાવ: આકિચન્ય અકિંચનપણાનો ભાવ આકિંચન્ય છે, જેની પાસે કશું નથી બચ્યું તે અકિંચન કહેવાય છે. પરિગ્રહનો ત્યાગ કરવાથી આકિન્ચન્ય ધર્મ પ્રગટ થઈ જાય છે. આચાર્યશ્રી કુન્દકુન્દ “ઇબ્દોપદેશ'માં કહ્યું
“જેના હૃદયમાં પર દ્રવ્ય પ્રત્યે પરમાણુ માત્ર પણ રાગ છે; તે વ્યક્તિ ભલે બધા આગમોનો જ્ઞાતા હોય પરંતુ જો તે આત્માને યોગ્ય અને સાચા રૂપે ઓળખતો નથી તો તે કર્મોમાં બંધાઈ રહે છે. સાંસારિક પદાર્થો પ્રત્યે મોહ અને રાગ-દ્વેષનો ત્યાગ આવશ્યક છે.”
આકિંચન્ય ગુણ મનુષ્યને નિરહંકારી, નિરાભિમાની અને નિષ્કલંક બનાવવામાં તાકાત આપે છે. એમાં આસક્તિનો અંશ પણ નથી રહી જતો અને તે સમત્વ ગુણથી પ્રેરિત થઈ ઊઠે છે. “હું કાંઈ નથી', “મારું કશું નથી'નો બોધ આત્મામાં અકિંચન્યભાવનો સંચાર કરે છે. આકિંચન્યની અનુભૂતિ મનને નિર્મળ બનાવે છે અને આત્માને અલૌકિક આનંદ આપે છે. આકિંચન્ય આત્માના બોજને
199
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org