________________
સત્ય અને સંયમ
છે. (Trust is God). એમણે પોતાની આત્મકથાનું શીર્ષક “સત્યના પ્રયોગો આપ્યું. શિકાગોમાં ૧૯૯૩માં યોજાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ (વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન)માં ઘડાયેલા વિશ્વનૈતિકતાના ઘોષણાપત્રમાં જૈન ડેલિગેશનના પ્રયત્નોથી સત્ય વચન અને સત્ય આચરણનો માનવતાને માટે આવશ્યક ચાર દિશા-નિર્દેશક સિદ્ધાંતો (Guiding Principles)માં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા એમાંના ત્રણ અહિંસા, ઇમાનદારી અને એકબીજા પ્રત્યે સ્નેહ અને આદર.
ઘોષણાપત્રમાં કહેવાયું છે કે :
“આપણા બધા સંબંધોમાં આપણે અપ્રમાણિકતા, તકવાદિતા અને વિખવાદના સ્થાને સત્યને પોષણ અને સંવર્ધન આપવું જોઈએ. સત્યની સાધના નિર્ભયરૂપે કરવી જોઈએ. જીવનમાં તકવાદી સમાધાન કરવાને બદલે આપણે હંમેશાં વિશ્વાસપાત્ર અને ભરોસામંદ બનવું જોઈએ. નિર્ભીકતા, નિઃસ્વાર્થ, નિઃસંકોચ અને સાપેક્ષભાવ સત્ય આચરણ માટે જરૂરી ગુણતત્ત્વ અને વૃત્તિ છે. અનુભૂતિ, અભિવ્યક્તિ અને આચરણ ત્રણેમાં સત્ય પૂરી નિર્માતા સાથે પ્રતિબિંબિત થવું જરૂરી છે.”
જૈન આચાર્યોએ વાણીની સચ્ચાઈ અને વાણીના સંયમને જીવનમાં ઉતારવા માટે ચાર સ્થાનોમાં વહેંચ્યાં છે. (૧) સત્યાણુવ્રત (૨) સત્ય મહાવ્રત (૩) ભાષાસમિતિ અને (૪) વચનગુપ્તિ. સામાન્ય રીતે સ્થૂળ જૂઠું ન બોલવું - સત્યાણુવ્રત છે. સૂક્ષ્મ જૂઠું પણ ન બોલવું અને કાયમ સત્ય જ બોલવું - સત્ય મહાવ્રત છે. સત્ય પણ કઠોર, અપ્રિય, અનિયંત્રિત ન બોલીને હિતકારી પ્રિયવચનોમાં બોલવું – ભાષાસમિતિ છે. બોલવું જ નહીં - વચનગુપ્તિ છે. આનું તાત્પર્ય સમજાવતાં જૈન વિદ્વાન ડૉ. હુકમચંદ ભારિલ લખે છે કે જો વગર બોલે ચાલતું હોય તો બોલો જ નહીં. ના ચાલે તો મધુર અને પ્રિય વચન બોલો અને તે પણ પૂર્ણતઃ સત્ય. જો સૂક્ષ્મ અસત્યથી ના બચી શકો તો ધૂળ અસત્ય તો ક્યારેય ન બોલો.
આચારાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે, “હું ન તો મિથ્યા અથવા
167
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org