________________
સત્ય અને સંયમ
જૈન ધર્મના ત્રણ મુખ્ય સ્તંભો – અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનો આધાર સત્ય અને સંયમનાં ગુણતત્ત્વો પર રહેલો છે. સત્યનો ઉલ્લેખ જૈન ધર્મનાં પાંચ મહાવ્રતોમાં આવે છે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. સામાન્ય રીતે અહિંસાનો આત્મા સત્ય છે અને અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો આત્મા સંયમ છે. સત્ય અને સંયમ ચારિત્રગુણનાં નિર્મલ પર્યાય અને દિશાઓ છે. ચારિત્ર સાક્ષાત ધર્મ છે જેમાં સત્ય અને સંયમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, પરંતુ એનાં મૂળ સમ્યગદર્શન અને સમ્યકજ્ઞાનમાં છે. મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન સદેવ સત્ય અને સંયમથી દૂર કરીને માનવને મિથ્યા, ભય, લોભ, દંભ અને ઈષ્યની તરફ લઈ જાય છે અને આપણે સત્ય અને સંયમના વિશુદ્ધ વિરાટ રૂપથી વિખૂટા પડી જઈએ છીએ. (૧) સત્ય :
સત્ય ધર્મ માત્ર સત્ય વચન સુધી સીમિત નથી. જૈનદર્શનથી પ્રેરણા મેળવીને મહાત્મા ગાંધીજીએ સત્યનો વચનથી, સીમાથી ઉપર સ્વીકાર કર્યો અને હંમેશાં કહેતા રહ્યા કે તેઓ સત્યને ઈશ્વરના રૂપમાં જુએ
166
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org