________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
જૂઠાણાવાળો વ્યવહાર કરીશ, ન બીજાને આવું કરવા માટે સમર્થન, મજબૂર કે પ્રોત્સાહિત કરીશ.” અસત્ય વ્યવહાર, વિચાર અને વચનથી આપણે માત્ર આપણી જાતને જ દગો નથી કરતા પરંતુ સામાજિક સંબંધોમાં અવિવેક અને કડવાશ લાવીએ છીએ. સાધુ અને સાધ્વીઓ માટે તો ત્યાં સુધી કહેવાયું છે કે એમણે એવું જ સત્ય બોલવું જોઈએ કે જેનાથી કોઈને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે. અપ્રિય અસંગત સત્ય બોલવાના બદલે મૌન રહેવું હિતકર છે. જૈન ધર્મ કહે છે કે તન અને મન બંનેને સંવેદનશીલ, સ્વસ્થ, સંતુલિત, પ્રફુલ્લિત અને શાલીન રાખવાને માટે સત્ય માર્ગ પર અડગ રહેવું આવશ્યક છે.
જૈન ધર્મમાં વ્યવહારસત્યની સાથે સાથે ઉત્તમ સત્ય (સત્ય ધર્મ)ની વ્યાખ્યા પણ આપવામાં આવી છે. વસ્તુનું સ્વરૂપ જ ધર્મ છે અને જ્યાં સુધી આપણો આત્મા આત્મતત્ત્વને તેના સત્યસ્વરૂપમાં નથી સમજતો, ત્યાં સુધી સત્યધર્મની ઉત્પત્તિ જ સંભવ નથી. વાસ્તવમાં અસત્ય વસ્તુમાં નહીં, એને જાણનારા જ્ઞાનમાં, માનવાવાળી શ્રદ્ધામાં અથવા કહેનારી વાણીમાં હોય છે. જ્યારે જ્ઞાન અને વાણી વસ્તુને અનુરૂપ હશે ત્યારે તે સત્ય હશે. જ્યારે આત્મા સતસ્વભાવી અને અનાસક્ત બનીને વીતરાગતાનું ધ્યેય પ્રાપ્ત કરશે ત્યારે તે સત્યધર્મથી સંપન્ન બનશે. માટે જૈન ધર્મગ્રંથોમાં ઉત્તમ સત્યને સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાન સહિત વીતરાગભાવની પરિભાષા આપવામાં આવી છે. સત્યની પ્રાપ્તિ માટે સ્વયંમાં નિમજ્જન કરવું જરૂરી છે. પરંતુ સત્યના પ્રચાર માટે એને બીજા સુધી પહોંચાડવું એ નૈતિક અને સામાજિક ફરજનો હિસ્સો છે. સત્યની પ્રાપ્તિ અને સત્યનો પ્રચાર બંને સત્ સંસ્કૃતિના વિસ્તાર માટે આવશ્યક છે. વિભિન્ન સભ્યતા અને સંસ્કૃતિઓમાં હંમેશાં એ જોવામાં આવ્યું છે કે સત્ય-આચરણ, મનન અને વચનથી - સદા માનવનું જ નહીં, સમસ્ત પ્રાણીજગત અને વસુધાનું કલ્યાણ થયું છે. ગાંધીજીએ રાજનીતિમાં “સત્યાગ્રહનાં મહિમા અને ગરિમાને પ્રતિષ્ઠિત કરીને અહિંસાના માધ્યમથી ભારતને આઝાદી અપાવી. સત્યાગ્રહમાં સમાયેલાં હતાં સત્યની સાધના અને સાહસ. અંતમાં કટુતારહિત વિજય મેળવીને શત્રુને પણ મિત્ર બનાવ્યો. ગાંધીજીએ સત્યના પ્રયોગો દ્વારા તો સફળતા દર્શાવી, સાથોસાથ સામૂહિક અને સામાજિક જીવનમાં પણ દર્શાવી.
168
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org