________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
વિશાળ થતો ગયો અને એમાં જ્ઞાની, ભક્ત, તપસ્વી, સેવાસમર્પિત ગુણસંપન્ન કેટલીય વ્યક્તિઓ સામેલ થઈ. એમના સંઘમાં ૧૪૦૦૦ સાધુ હતા જેમાં મુખ્ય અગિયાર ગણધર હતા. એમના સંઘમાં ૩૬૦૦૦ સાધ્વીઓ હતી, ૧૫૯૦૦૦ શ્રાવક અને બીજી ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી. ભગવાન મહાવીરે પ્રારંભથી જ વાતચીત, ચર્ચા, વિચાર-વિમર્શ અને પરસ્પર સંવાદ પર ભાર આપ્યો અને ક્યારેય કોઈ પર પોતાના વિચારો લાદ્યા નહીં. એમની આસ્થામાં અંધવિશ્વાસ નહીં, બલ્ક તર્ક હતો, જ્ઞાનનો પ્રકાશ હતો. તેઓ કહેતા કે જે મનુષ્યો જાતે પોતાના સંદેહોને જાણી લે છે, તે સંસારનો સાર સમજી જાય છે. એમણે જિનશાસનને આસ્થાના સંવિધાનનું રૂપ આપી દીધું. ભગવાન મહાવીરે જૈન ધર્મની ગતિશીલતા અને ચૈતન્ય દર્શાવ્યાં. ધર્મને અત્યંત જીવંત બનાવી દીધો અને યુગની સમસ્યાઓના સંદર્ભમાં એની જરૂરત સ્થાપિત કરી. એમના દ્વારા કરવામાં આવેલી ધર્મની વ્યાખ્યામાં અનુભવોથી રસાયેલી મૌલિકતા હતી. ધર્મપ્રચારની પાછળ વ્યવસ્થિત આયોજન હતું. અહિંસા ધર્મ ફેલાવવા માટે અદમ્ય ઉત્સાહ, સાહસ અને સામર્થ્યભરી આસ્થા હતી. ભગવાન મહાવીરના નેતૃત્વમાં જૈન ધર્મનું એટલું વિરાટ, સ્પષ્ટ અને વ્યાપક રૂપે પ્રગટ થયું કે કેટલાય ઇતિહાસકારોએ ભૂલથી એમને જૈન ધર્મના સંસ્થાપકની જ સંજ્ઞા આપી દીધી અને ઇતિહાસની દૃષ્ટિએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને સમકાલીન બતાવ્યા ! હકીકતમાં જૈન ધર્મ અત્યંત પ્રાચીન ધર્મ છે અને બૌદ્ધ ધર્મનો પ્રારંભ ભગવાન મહાવીરના યુગમાં ગૌતમ બુદ્ધ કર્યો. ગૌતમ બુદ્ધ સ્વયં જૈન ધર્મથી ઘણા પ્રભાવિત થયા હતા. ભગવાન મહાવીરે સમાજમાં અહિંસા પ્રત્યે માત્ર જાગૃતિ ન લાવતાં એનું વ્યવહારમાં પાલન કરાવવાનું તંત્ર ઊભું કર્યું. એમણે હંમેશાં અહિંસાને વિરોનું હથિયાર બતાવ્યું. એમણે ડર, અહમ્, વૈમનસ્ય અને રાગદ્વેષથી માનવઆત્માને સ્વતંત્ર કરવાનું સંકલ્પ સાથે બીડું ઉપાડ્યું. એમણે હંમેશાં
40
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org