________________
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી
જુદા જુદા રાજપરિવારની અથવા અગ્રણી પરિવારની નારીઓ તરીકે પ્રસિદ્ધ હતી. ભગવાન મહાવીરે વિરલ સાહસ અને સ્પષ્ટતાથી કર્મકાંડ, અંધવિશ્વાસ ભરેલી ધાર્મિક કુરીતિઓ અને ધર્મમાં ઘૂસી ચૂકેલી હિંસક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં અવાજ બુલંદ કર્યો. તેઓ કહેતા કે સ્વર્ગમાં કોઈ ભગવાન બિરાજમાન નથી, જે પ્રાર્થના સાંભળવાથી દયા, કરુણા અથવા આનંદ વરસાવશે. પરમાત્મા તો પોતાના આત્મામાં જ સમાયેલો છે. સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપલબ્ધિમાં જ આત્મોદ્ધારની ચાવી રહેલી છે અને તે જ સહુથી મહાન ધર્મ છે. અહિંસા ક્રાંતિના પ્રણેતા ભગવાન મહાવીર વસ્તુત: એવા યુગમાં થયા જ્યારે હિંસા એ ધર્મ અને પ્રભુત્વનું માધ્યમ બની ગઈ હતી. ભગવાન મહાવીરના આવા ક્રાંતિકારી પ્રદાનના કારણે કેટલાક ઇતિહાસકારોએ જૈન ધર્મને હિંદુ ધર્મની “Reformation movement” - સુધારાવાદી આંદોલનની સંજ્ઞા આપી દીધી હતી ! ભગવાન મહાવીરે સમ્યકુ વિચાર અને આચારને જ માનવીની ગુણવત્તાનો માપદંડ માન્યો. કોઈ વિશિષ્ટ વર્ગમાં જન્મવાથી કે સાધુ સમાજમાં સામેલ થઈ જવાથી માનવીને કોઈ ઉપલબ્ધિ હાંસલ નથી થઈ શકતી. તેઓએ કહ્યું,
“न कि मुंडिएण समणो, न औंकारेण बंभणो, न मुणी रण्मवासेंणं, मुसचीरेण न तावसो. समयाए समणो होई, बंभ चेरेण बंभणो,
नाणेय च मुणी होई, तवेणं होई तावसो." (માત્ર માથું મુંડાવવાથી વ્યક્તિ ભિક્ષુ નથી બની જતો, માત્ર મંત્રોચ્ચારણથી બ્રાહ્મણ થવાય નહીં, જંગલોમાં રહેવાથી મુનિ થવાય નહીં, ઘાસનાં વસ્ત્રો પહેરવાથી યોગી થવાય નહીં. ભિક્ષુ બને છે, સંતુલિત વિવેકપૂર્ણ માધ્યસ્થ ભાવનાથી, બ્રાહ્મણ બને છે બ્રહ્મચર્યથી, મુનિ થાય છે જ્ઞાનથી અને જોગી બને છે અપરિગ્રહ તથા તપશ્ચર્યાથી.)
ભગવાન મહાવીરની સંગઠનશક્તિ અને નેતૃત્વ-પ્રેરણા અદ્ભુત હતાં. એમના સમયમાં એમનો ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા)
39.
39
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org