________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
માછીમાર, વ્યવસાયી, દાર્શનિક, રાજા, રંક બધા હતા. વસ્તુત: પોતાના યુગમાં ભગવાન મહાવીરે એક મહાન સામાજિક ક્રાંતિનો ઉદ્ઘોષ કર્યો. જન્મજાત જાતિવાદને સ્થાને એમણે ગુણકર્મના આધાર પર સમાજવ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું. ભગવાન મહાવીરના ધર્મસિદ્ધાંતોમાં માનનારામાં એ સમયના મોટાભાગના રાજવીઓ હતા, જેવા કે લિચ્છવી ગણરાજ્યના ચેટક, કુંડગ્રામના રાજા સિદ્ધાર્થ, મગધના રાજા શ્રેણિક બિંબિસાર, સિંધુ-સૌવીરના રાજા ઉદયન, વત્સના રાજા શતાનિક, હેમાકુંડ (હાલનું કર્ણાટક)ના રાજા જીવનધર, પોલાશપુરના રાજા વિજયસેન, ચંપાના રાજા અજાતશત્રુ, કાશીના રાજા જીતશત્રુ વગેરે. પોતાના યુગમાં ભગવાન મહાવીરે મહિલા કલ્યાણ પર પણ વિશેષ ધ્યાન આપ્યું. ચંદનબાળાનો પ્રસંગ ભગવાન મહાવીરની સહૃદયતા અને કરુણાનો પ્રસંગ છે. એમણે ગુલામીની જંજીરોમાં જકડાયેલી ચંદનબાળા પાસેથી અડદના બાકળાનો સ્વીકાર કર્યો. આહાર આપતાં જ ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. પાછળથી તે ભગવાન મહાવીરના સંઘમાં સાધ્વીઓના પ્રવર્તકપદે પહોંચી. એમના સંઘમાં ૩૬૦૦૦ સાધ્વીઓમાં એ પ્રમુખા હતી. બજારમાં વેચાયેલી એક દાસીનો ઉદ્ધાર કરીને ચંદનબાળાને જ્ઞાની, ગુણસંપન્ન અને તપોનિષ્ઠ બનાવીને અને શ્રમણ સંઘની ઉચ્ચ હરોળમાં લાવીને નારી સમાજને અભુત પ્રેરણા આપી. સંત વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો,
“મહાવીર પ્રભુ એવા પ્રથમ ધર્માચાર્ય થયા કે જેમણે સમાજની રૂઢિઓને તોડીને નારીને પોતાના ધર્મ, સંઘ તેમજ સંપ્રદાયમાં આદરપૂર્ણ સ્થાન આપ્યું.” 2 અંતકૃતદશાંગ સૂત્ર અનુસાર રાજા શ્રેણિકની દસ વિદૂષી રાણીઓ (કાલી,
મહાકાલી, સુકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા અને મહાસેન કૃષ્ણા) વિરક્તિ લઈને પોતાના જીવનના અંતિમ સમયમાં ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં ત્યાગમૂર્તિ સાધ્વી બની હતી. એ જ રીતે મહાવીરના ચતુર્વિધ સંઘમાં બ્રાહ્મણી દેવાનંદા, મૃગાવતી, પ્રભાવતી, પદ્માવતી, શિખાદેવી, સુલસા દેવી, રાણી ચેલણા જેવી સ્ત્રીઓ
38
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org