________________
માટે અત્યંત ઉપકારક અને માર્ગદર્શક બની શકે તેમ છે. હિંસા સામે અહિંસાની શક્તિ, ભૌતિક પરિગ્રહની આંધળી દોડ સામે અપરિગ્રહ, એકાંત વિચારધારાને બદલે સમન્વયાત્મક અનેકાંતદર્શન અને અનિયંત્રિત ઉપભોગને બદલે સંયમ અને પર્યાવરણ તરફ, માંસાહારને બદલે સંતુલિત આહારની તરફ, અહમ્ભરી અસહિષ્ણુતાને બદલે ઉદાર સહિષ્ણુતા તરફ, ધૃણાથી પ્રેમ તરફ, અત્યાચારથી કરુણા તરફ ગતિ કરી શકાય છે.
આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે તીર્થંકર પરંપરાની કડીમાં ભગવાન મહાવીરનો સંદેશ કોઈ સંકુચિત સમુદાય અથવા સંપ્રદાય માટે ન હોઈ સમગ્ર માનવતા માટે હતો, જેમાં લિંગ, વર્ગ, વર્ણ, રંગ અને જાતિ અથવા દેશ-ભેદને કોઈ સ્થાન ન હતું. ભગવાન મહાવીરે સંસારને જૈન ધર્મનાં સમતાનો, સમરસતાનો, સહયોગનો, સમન્વયનો, મિત્રતાનો, પારસ્પરિક નિર્ભરતાનો અને શાંતિમય સહઅસ્તિત્વનો શાશ્વત સંદેશ આપ્યો અને આ સંદેશ માત્ર માનવ-માનવ વચ્ચેના સંબંધો સુધી મર્યાદિત ન રહેતાં સંપૂર્ણ પ્રાણીજગત અને પ્રાકૃતિક વાતાવરણ સાથે પ્રગાઢ સંબંધોથી ગૂંથાયેલો છે.
જૈનદર્શનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણે તત્ત્વો આવશ્યક છે અને એકબીજા સાથે અવિભાજ્ય રૂપથી જોડાયેલાં છે. માત્ર વિવેકપૂર્ણ જ્ઞાન અને દર્શન પૂરતાં નથી, આ સિદ્ધાંતોનું જીવનવ્યવહારમાં આપણે પાલન ક૨વું જોઈએ. સમ્યગ્ આચરણ ઉપર મૂકેલ ભાર જૈન સિદ્ધાંતોની વિસ્તૃત જાણકારી આપી શકે છે. દૃષ્ટાંત રૂપે મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગ અને અહિંસાની સાધના જૈન સિદ્ધાંતોથી પ્રેરિત સમ્યક્ આચરણના પાયા પર રચાયેલાં હતાં. એમણે અહિંસાને રાજનૈતિક ક્ષેત્રમાં એક વ્યાવહારિક અને પ્રભાવશાળી સાધન બનાવીને શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી લોહી રેડ્યા વિના ભારતને સ્વતંત્રતા અપાવી, પરંતુ તેઓ માત્ર અહિંસાના મસીહા જ નહીં, પોતાની સાદાઈમાં દેખાતા અપરિગ્રહવ્રતના પણ અવતાર હતા અને એમણે મિત્રતાભર્યા સુમેળની તરફદારી કરીને અનેકાંતની સંસ્કૃતિનો સફળ પ્રયોગ કરી બતાવ્યો.
શાકાહારનો પ્રસાર પણ એવો પ્રભાવશાળી ઉપાય સિદ્ધ થયો છે કે જેનાથી અહિંસાની બુલંદી અને શક્તિમાં લોકોનો વિશ્વાસ વધતો રહ્યો છે અને પ્રતિદિન
Jain Education International
VI
For Personal & Private Use Only
www.jainelibrary.org