________________
જૈન ધર્મ વારસો અને વૈભવ
પૂરું જોઈ શક્યા નહોતા. ગૌતમને ભગવાન મહાવીરનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ ખૂબ જચી ગયો.
વિશ્વ ધર્મ પરિષદનો અનુભવઃ જ્યારે ૧૦૦ વર્ષ પછી વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ (વિશ્વ ધર્મ પરિષદ)નું દ્વિતીય સંમેલન અમેરિકાના શિકાગો શહેરમાં ઈ. સ. ૧૯૯૩માં થયું ત્યારે આપણે બધા જે વિશ્વ નૈતિકતા ઉપર ઘોષણાપત્રનો મુસદ્દો તૈયાર કરી રહ્યા હતા, એમને લાગ્યું કે વિભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ વચ્ચે કઈ રીતે ન્યૂનતમ અને ત્યાર પછી મહત્તમ મતની એકતા શોધાય ? કેટલાય સંતમહર્ષિ, પાદરી, ઇમામ, પોતાના ધર્મને જ “અંતિમ સત્ય મનાવવા પર દઢ હતા. મતમતાંતરનું અજબ પ્રદર્શન હતું. આ સમયે જૈન પ્રતિનિધિમંડળનો “અનેકાંત' દૃષ્ટિકોણ લોકોને પસંદ પડી ગયો. અમે બધા ધર્મોના મૂળ સિદ્ધાંતો શોધી કાઢ્યા અને એમ નક્કી કર્યું કે જેના પર એકતા છે એની ઉપર બધા ધર્મો વચ્ચે રચનાત્મક સહયોગ (creative engagement) કેળવવામાં આવે જેથી માનવતા, સમસ્ત પ્રાણીજગત અને પ્રકૃતિને આપણે સૌહાર્દ, સહઅસ્તિત્વ, સમભાવ, સહયોગની દિશામાં આગળ વધારી શકીએ.
આ વિશદ ચર્ચાનો સાર એ નીકળ્યો કે વ્યાપક સ્તરે આધ્યાત્મિક જનજાગરણ માટે આપણે ધર્મ, નૈતિકતા અને વિજ્ઞાનની વચ્ચે મેળ ઊભો કરીએ અને વધારીએ. એ સર્વમાન્ય નિર્ણય થઈ ગયો કે અહિંસા જ વિશ્વ-નૈતિકતાની આધારશિલા હોવી જોઈએ અને અહિંસક વ્યવહાર માત્ર માનવો વચ્ચે જ નહીં આખી સૃષ્ટિ પ્રત્યે લાગુ પડવો જોઈએ. બધા ધર્મોએ સાથે મળીને પર્યાવરણસંરક્ષણ માટે કામ કરવું જોઈએ. આ માત્ર અહિંસાની જ નહીં, પરંતુ અહિંસા સાથે વણાયેલી અનેકાંત સંસ્કૃતિની જીત હતી.
રાજનૈતિક અનુભવ : મારા પોતાના રાજકીય જીવનનો એક પ્રસંગ યાદ આવે છે જ્યારે મારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના રાજદૂતની હેસિયતથી ૧૯૭૦-૭૧માં બાંગ્લાદેશની સ્થાપનાના મુદ્દા પર કેટલાય રાજદૂતો સાથે ચર્ચા કરવી પડી. એક આરબ રાજદૂતે કહ્યું કે પૂર્વ પાકિસ્તાન, પાકિસ્તાનનું વિધિવત્ અંગ છે અને માટે પાકિસ્તાનથી એને અલગ કરવાનો વિરોધ યુક્તિસંગત છે. મેં કહ્યું કે પાકિસ્તાનની દૃષ્ટિથી આ સત્ય હોય, પણ બદલાયેલી પરિસ્થિતિઓમાં આ
102
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org