________________
અનેકાંત સંસ્કૃતિ
પૂર્ણ સત્ય નથી રહ્યું. સ્વયં પાકિસ્તાનના દમનને કારણે પૂર્વ પાકિસ્તાનના બંગાળી લોકો પોતાનો સ્વતંત્ર દેશ ઇચ્છે છે. એમને માટે એ પૂર્ણ સત્ય છે કેમ કે એમનો પાકિસ્તાન પરનો વિશ્વાસ ઊઠી ગયો. સમસ્ત સંસારે એનું સમર્થન કર્યું. અનેકાંત દૃષ્ટિથી જૂના સત્ય અને નવા સત્ય વચ્ચે સમાધાન એ જ નીકળ્યું કે આંતરરાષ્ટ્રીય એકતા જોઈને પાકિસ્તાનને સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્રરૂપે બાંગ્લાદેશને માન્યતા આપવી પડી. આ રીતે આપણે રાજનૈતિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં પણ અનેકાંત દૃષ્ટિ રાખીએ તો સંઘર્ષ કે યુદ્ધ સિવાય પણ કેટલીય સમસ્યાઓનાં સમાધાન શોધી શકાય છે. અનેકાંત દૃષ્ટિમાં સાપેક્ષ સિદ્ધાંત (Theory of relativity) છૂપાયેલો છે. તે અનેકાંત સત્યનું સંયોજિત રૂપે પ્રગટ કરે છે. તીર્થકર મહાવીર અને અનેકાંત :
જૈન ધર્મની ખૂબીને સરળ ભાષામાં કહીએ તો તે વ્યવહારમાં અહિંસા, આચારમાં અપરિગ્રહ અને વિચારમાં અનેકાંતની વાત કહે છે. આ ત્રણે ગુણતત્ત્વ જુદાં જુદાં સત્ય નથી, એક જ સત્યનાં એકબીજા સાથે ગૂંથાયેલાં તત્ત્વો છે. જ્યારે ભગવાન મહાવીરે પોતાના યુગમાં ૩૬૩ મત-મતાંતરો વચ્ચે વધતી વિષમતા જોઈ, તો એમણે સમન્વયવાદ પર ભાર આપ્યો. એમણે બીજાના મત ઉપર ક્યારેય કાદવ ન ઉછાળ્યો, એની નિંદા ન કરી, એને વખોડવા લાયક ન કહ્યું. એમની માન્યતા હતી કે વિચારોનું આદાનપ્રદાન કરો અને એમાં પોતાની વાત શ્રદ્ધા, દઢતા અને તાર્કિક રીતે સામે રાખો તો શક્ય છે કે અન્ય મતવાળા લોકો સમજે કે આમાં સત્યનું પ્રતિબિંબ છે, જે તેઓ અત્યાર સુધી સમજ્યા નહોતા, અથવા એ કે આ “પણ” સત્યનું એક અંગ છે, અને માત્ર એમની માન્યતા “જ” એકમાત્ર સત્ય નથી.
મહાવીરના સમયમાં હિંદુ સમાજમાં કર્મકાંડ અને અંધશ્રદ્ધા તીવ્રતાથી સર્વત્ર ફેલાઈ ગયાં હતાં. ધર્મના નામે યજ્ઞોમાં પશુબલિ ઉચિત ગણાવા લાગ્યા હતા. પુરોહિતોએ તો ત્યાં સુધી કહેવાનું શરૂ કરી દીધું હતું કે “વૈદિક હિંસા હિંસા ન ભવતિ'. એવી મિથ્યા માન્યતા ફેલાવા લાગી હતી કે પશુબલિથી આપણે પશુનો પણ ઉદ્ધાર કરી રહ્યા છીએ અને એનો પુણ્ય-ઉદય છે કે એને પશુબલિ માટે પસંદ કરવામાં આવ્યો છે.
103
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org