________________
અનેકાંત સંસ્કૃતિ
છે. આ બધાં સત્ય છે - પરંતુ આ સત્ય અલગ-અલગ વિભિન્ન સંબંધોના દૃષ્ટિકોણથી છે.
આ અનેકાંત છે અને એમાં સંદેશ છે કે વિભિન્ન દૃષ્ટિકોણો વચ્ચે તકરાર અને સંઘર્ષ કરવાના બદલે સમભાવ, સૌહાર્દ, સમજ અને સહિષ્ણુતા શોધો. આખરે એક વ્યક્તિને એક જ સમયે સારો પુત્ર, પતિ અને પિતા થવું પડે છે અને આ બધાં સત્ય નિભાવવાને માટે એણે સામંજસ્ય, સૌમ્યતા અને સમતા સાથે સંબંધના વિભિન્ન ગુણતત્ત્વો વચ્ચે સમતોલન પેદા કરવાનું હોય છે. ટ્રાફિક પોલીસનું કામ અને અનેકાંત સંસ્કૃતિ
ટ્રાફિક પોલીસનું કામ પણ અનેકાંત દૃષ્ટિનું સહજ ઉદાહરણ છે. પોલીસ પોતાના સંકેતોથી જુદી જુદી દિશામાંથી આવતાં-જતાં વાહનોને પરસ્પર અથડાવાથી બચાવે છે અને દરેકની ઇચ્છિત દિશામાં સુરક્ષિત રીતે જવા માટે સૂચિત કરે છે. બરાબર એ જ પ્રકારે અનેકાંત વિભિન્ન વિચારોના વિરોધને દૂર કરે છે. તાત્પર્ય એ કે ન્યાયોચિત, સંતુલિત અને સહિષ્ણુ લોકવ્યવહારને માટે અનેકાંત દષ્ટિ ખૂબ સહાયક છે.
આ જ વાત વિભિન્ન ધર્મો અથવા રાજનીતિક વાદોમાં ચાલતા મતમતાંતરોને લાગુ પડે છે. અંગ્રેજીમાં કહેવત છે કે “All Roads Lead to Rome' અર્થાત્ બધા રસ્તા તમને ‘રોમ” શહેર પહોંચાડી દે છે. અર્થાત્ કોઈ એક જ રસ્તો પૂર્ણ સત્ય નથી.
ઇન્દ્રભૂતિ ગૌતમનું ઉદાહરણ : જ્યારે પ્રકાંડ વેદજ્ઞાતા ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરની પાસે એમના દિવ્ય સમવસરણમાં પોતાના ૫૦૦ શિષ્યોને લઈને આવ્યા ત્યારે એમના મગજમાં આત્માના સ્વતંત્ર અસ્તિત્વ વિશે સંદેહ હતો. એમને પોતાના વૈદિક જ્ઞાનનો અહમ્ પણ હતો અને તેઓ શાસ્ત્રાર્થને માટે તૈયાર હતા. પરંતુ જ્યારે મહાવીરે પોતાના દિવ્ય ધ્વનિમાં જૈનદર્શનની મીમાંસા કરી અને તર્કનો જવાબ તર્ક અને જ્ઞાનબોધને ભેગા કરીને આપ્યો તો એમણે વિશ્વાસ અને વિનમ્રતાની સાથે સ્વીકાર કર્યો કે આ સંપૂર્ણ સત્ય છે કે તેઓ અત્યાર સુધી
101
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org