________________
શાકાહાર સંસ્કૃતિ
અથવા કોઈ પણ પશુઓના પ્રાણ લઈને પ્રાકૃતિક સમતુલામાં વિક્ષેપ કરવો એ અક્ષમ્ય પાપ છે.
બરાબર આ જ ભાવના અમેરિકાના રેડ ઇન્ડિયન સરદાર સિયેટલે સો વર્ષ પહેલાં નીચેના શબ્દોમાં વ્યક્ત કરી હતી.
“પશુઓ વગર મનુષ્ય ક્યાં રહેશે ? જો પશુઓનો સંહાર થાય તો મનુષ્ય પણ ખલાસ થઈ જશે. પશુસંહાર મનુષ્યના આત્માને ભાવનાહીન - વેરાન બનાવશે. પશુઓને જે કંઈ થાય તે આગળપાછળ મનુષ્યને પણ ભોગવવું પડે છે. સંસારમાં બધી વસ્તુઓ બરાબર આ રીતે એકબીજી સાથે જોડાયેલી છે, જેમ લોહી કે રક્તના સંબંધો આપણા પરિવારને જોડે છે. મનુષ્યએ સૃષ્ટિમાં જીવનના તાણાવાણા નથી રચ્ય, એ તો તાણાવાણાનો એક કણ માત્ર છે. જે મનુષ્ય આ તાણાવાણાની છેડછાડ કરે છે તે પોતાની જાત માટે મુસીબતને નોતરું આપે છે.”
કોઈએ બરાબર જ લખ્યું છે કે મનુષ્ય શિશુઓ પાસેથી શીખવું જોઈએ. જો એક શિશુને એના પારણામાં એક સફરજન અને એક સસલું આપવામાં આવે તો એની સ્વાભાવિક પ્રતિક્રિયા હશે સસલા સાથે રમવાની અને સફરજન ખાવાની.
મનુષ્યની સ્વાભાવિક મનોવૃત્તિ શાકાહારી છે. જ્યારે મનુષ્ય માંસાહારી બની જાય છે ત્યારે એની પાશવિક વૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. શાકાહાર સંસ્કૃતિનું આધ્યાત્મિક પાસું એ કહી શકાય કે મનુષ્ય માત્ર હાડકાં-પિંજરનું શરીર માત્ર નથી જે ભૂખ શમાવવામાં જ રત રહે. તે તો ચેતનામય આત્મા પણ છે. માટે આહાર એવો હોવો જોઈએ કે જે એની ભૂખ શમાવે અને સાથે સાથે એને આત્મતૃપ્તિ આપે, એના વિવેકને જાગ્રત રાખે અને હૃદયને કરુણાથી ભર્યું રાખે. સકારાત્મક આધ્યાત્મિક વિકાસમાં શાકાહારનું વિશિષ્ટ મહત્ત્વ છે કારણ કે તે મનુષ્યને માટે પ્રાકૃતિક ભોજન છે. માંસાહારની સાથે પ્રાણીહિંસાની ક્રૂરતા અને અવિવેક જોડાયેલાં છે. એવો વૈજ્ઞાનિક મત છે કે આહારથી પોસાતા ન્યૂરો ટ્રાન્સમીટર આપણા આચાર-વિચારને પ્રભાવિત કરે છે.
આહારને ધર્મ, અધ્યાત્મ અને નૈતિકતાના દૃષ્ટિકોણથી જોવાનું માનવસમાજને માટે અત્યંત જરૂરી છે. અંગ્રેજીમાં બહુચર્ચિત કહેવત છે : “Man
135
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org