________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ
does not live by bread alone” અર્થાત્ મનુષ્ય માત્ર રોટી ખાવાને માટે નથી જીવતો. જીવવા માટે જરૂરી માનસિક સંસ્કારોનો આકાર શાકાહારી ભોજનના માધ્યમથી બંધાય છે. માંસાહારે વિશ્વભરમાં માનવવ્યવહારમાં હિંસાજન્ય વિકૃતિઓ ઉત્પન્ન કરી દીધી છે. માટે આશ્ચર્ય નથી કે પાછલાં કેટલાંક વર્ષોમાં શાકાહારનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કંઈક વેગ, ઉત્સાહ અને વિશ્વાસથી થવા લાગ્યો છે.
જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રેરિત થયેલી એક વિદુષી અમેરિકન મહિલા ક્લયર સોજેનફીલ્ડના હૃદયમાં શાકાહારી બન્યા પછી કેવા આધ્યાત્મિક સંસ્કાર જાગ્યા એ આ સંક્ષિપ્ત પણ અર્થપૂર્ણ ટિપ્પણીમાં પ્રતિબિંબિત થાય છે :
શાકાહારી જીવનપદ્ધતિ અપનાવવાથી આપણે હિંસક વૃત્તિઓથી દૂર થઈ જઈએ છીએ અને અસહાય પ્રાણીજગત પ્રત્યે ઉપેક્ષા, તુચ્છતા અને રૂક્ષ વ્યવહારનો ભાવ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, શાકાહારી બનવાથી જીવનમાં એક નવો સહજહૂર્ત દૃષ્ટિકોણ વિકસે છે. મને આખી દુનિયા સાથે એકતાનો ભાવ મહેસૂસ થવા લાગ્યો છે. બીજાં પ્રાણીઓની સાથે સંબંધની ભાવનામાં વૃદ્ધિ થવા લાગી છે; કારણ કે આપણે બધા સાથે મળીને આ ધરતી પર જીવી રહ્યા છીએ. મને એવું લાગે છે કે જાણે એક જીવંત ઊર્જાએ મારા જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સંજીવની છાંટી ન હોય !” નૈતિક અને ભાવનાત્મક પક્ષઃ
ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષથી જોડાયેલો છે શાકાહારનો નૈતિક અને ભાવનાત્મક પક્ષ. સંસારના સમગ્ર પ્રાણીજગતમાં મનુષ્યનું સ્થાન સૌથી ઉપર છે કારણ કે એનામાં વિવેક, ચિંતન, સમજણશક્તિ, કલ્પનાભાવના, આકાંક્ષા, જિજ્ઞાસા, સંવેદનશીલતા અને વ્યાપક દૃષ્ટિકોણની માત્રા બીજાં પ્રાણીઓ કરતાં ઘણી વધુ છે, પરિણામે તો માનવસમાજે પોતાનો ગૌરવશાળી ઇતિહાસ આ પૃથ્વી પર રચ્યો છે, સભ્યતાઓનું નિર્માણ કર્યું છે અને પ્રગતિના નવા વિક્રમો સ્થાપ્યા છે.
દાર્શનિક એરિસ્ટોટલનું કહેવું હતું કે “બધાં પશુઓની તુલનામાં એના કદ પ્રમાણે મનુષ્યનું મગજ સૌથી મોટું છે. દાર્શનિક ઓવિડે પોતાની અમર રચના
136
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org