________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
यदपि किल भवति मांसं स्वयमेव म तस्यमहिशव राभादेः । तत्रापि भवति हिंसा तदाश्रित निगोत निमर्थनात ।। ६६ । । आमा स्वपि पक्कास्वपि विपच्मानासु मांस पेशीशु । सातत्येोत्पादस्त ज्जतीनां निगोताम ।।૬૦ || आमां वा पक्वां वा खादति यः रूप शति व शितपेशीम ।
हिन्ति सतत् निचितं पिंड बाहुजीव कोटीनाम ।। ६८ ।।
અર્થાત્ જાનવરોને માર્યા સિવાય માંસ નથી મળી શકતું, એટલા માટે એક માંસાહારીને માટે હિંસા કરવી જરૂરી બની જાય છે. સ્વાભાવિક મોતથી મરેલાં પશુઓનું માંસ હિંસા નથી એમ કહેવું ક્યારેય નીતિસંગત નથી. કારણ કે મૃત પશુના માંસમાં અસંખ્ય જીવજંતુઓ રહે છે. તે માંસ ખાઈને તે દ્વારા તેમની હત્યા કરે છે. કોઈ પણ આ માંસ કાચું કે પકવીને ખાય તે કેટલાય જીવોના પ્રાણ લે છે.
જ્યારે જ્યારે સંસારમાં ક્યાંય પણ મનુષ્યને નિર્દયતાથી સતાવવામાં આવે અથવા શોષણ કરવામાં આવે છે અથવા એનો પ્રાણ લેવામાં આવે છે ત્યારે માનવઅધિકારો માટે કેટલો હોબાળો મચી જાય છે. માનવનો માનવ પ્રત્યે હિંસક વ્યવહાર ઘૃણાસ્પદ તો છે જ. હિટલરયુગમાં યહૂદીઓની સાથે Concentration campsમાં થયેલા નિર્દયી વ્યવહા૨ને અવારનવાર કરુણાના પ્રવાહમાં આપણે યાદ કરીએ છીએ. અવારનવાર આપણે દોષ દઈએ છીએ હિરોશીમા પર થયેલા ઍટમ બૉમ્બ વિસ્ફોટને અથવા ભોપાલના ગૅસ કાંડને જેમાં સેંકડો વ્યક્તિઓના પ્રાણ ગયા અને જીવતા રહેલા લોકોને લંગડા, લૂલા, આંધળા અને અપંગ બનાવી દીધા.
આવી ફળ-ફૂલ અને શાકભાજીથી સંપન્ન ધરતીમાં આપણે પશુઓ, પક્ષીઓ અને માછલીઓને મારીને પોતાની ભૂખ મિટાવીએ એ માટે આવો અપાર કરુણાભર્યો અંતરાત્મા આપણને કઈ રીતે મંજૂરી આપે ? આ એક નિકૃષ્ટ અને વિકૃત માનસિકતા છે જે આપણને અનૈતિકતાની ત૨ફ ધકેલે છે:
શાકાહારની પાછળ એ જૈન સિદ્ધાંત છે જે વિખ્યાત પ્રાચીન જૈન શાસ્ત્ર ‘તત્ત્વાર્થસૂત્ર’માં ઉલ્લેખિત છે : ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્’. સંસારમાં બધાં પ્રાણી નાનાં અથવા મોટાં પરસ્પર અવલંબનની કડીમાં બંધાયેલાં છે. આ કડીને તોડવી
Jain Education International
134
For Personal & Private Use Only
www.jainelibrary.org