________________
શાકાહાર સંસ્કૃતિ
“અહિંસક સંસારનું મૂળ અહિંસક ભોજનપ્રક્રિયામાં જ સમાયેલું છે.” જિસસ ક્રાઇસ્ટે પણ કહ્યું છે :
“જે બીજાના પ્રાણ લે છે તે પોતાની જાતને મારી રહ્યો છે. જે મરેલા જાનવરનું માંસ ખાય છે તે મૃત્યુના શરીરને ખાય છે.”
મનુસ્મૃતિમાં મનુએ પણ જે જાનવરોને મારે છે તેમની જ માત્ર નિંદા કરી નથી પરંતુ સાથે સાથે જ આવું કરવા માટે પ્રોત્સાહન આપે છે અથવા આવું કરવા માટે નિર્દેશ કરે છે તેમની તથા આવા માંસનો વેપાર કરનારની તેમજ રસોઈ કે ભક્ષણ કરનારની પણ નિંદા કરી છે.
વિખ્યાત સાહિત્યકાર જ્યૉર્જ બર્નાર્ડ શો (જે સ્વયં એક શાકાહારી હતા)ની ટીકા ખૂબ અસરકારક છે અને શાકાહારીની દરેક ચર્ચામાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે :
“હું એક મનુષ્ય છું, નહીં કે મૃત જાનવરોનું કબ્રસ્તાન.” એક માર્મિક કાવ્યાત્મક ટિપ્પણીમાં તેઓ આગળ કહે છે : “કા કા કરતા કાગડાઓની જેમ, આપણે માંસ ખાઈને પેટ ભરીએ છીએ અને જીવીએ છીએ; આપણને ખબર નથી પડતી કે આપણે, પ્રાણી જગતને કેટલી પીડા પહોંચાડી રહ્યા છીએ. જો આપણે જાનવરો પ્રત્યે આ નિર્દયતાથી વ્યવહાર આપણા લાભ અથવા ખેલકૂદનો આનંદ મેળવવા કરીએ છીએ, તો આપણે કેવી રીતે આ સંસારમાં એ શાંતિ લાવી શકીશું જેના માટે આપણે બધા આટલા આતુર છીએ.”
આવા જ વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રાચીન જૈન ધર્મગ્રંથ “પુરુષાર્થ સિદ્ધપાય'માં આચાર્ય અમૃતચંદ્ર લખ્યું છે :
'न विना प्राणिविधाता त्मांसस्योत्पत्ति रिश्यते यस्मात । .मांसं भजतस्तस्तमात् प्रसरत्यनिवारिता हिंसा ।।५।।
133
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org