________________
અહિંસા યાત્રા એક નવી દષ્ટિ – એક નવી દિશા
ગરીબી, નિરક્ષરતા અને પ્રાણઘાતક બીમારીઓના પ્રકોપે અશાંતિનો માહોલ ઊભો કર્યો છે. રાષ્ટ્રોની વચ્ચે વિનાશકારી શસ્ત્રોની હરીફાઈ વિશ્વશાંતિના પ્રયાસોને કમજોર બનાવતી જાય છે. અપરાધી મનોવૃત્તિ વધી રહી છે; શસ્ત્રબળનો પ્રયોગ વધી રહ્યો છે, હિંસા પ્રગતિપથ પર વિપ્ન બની રહી છે.
માનવની ભાવધારાને બદલ્યા વિના હિંસાના આ પૂરને રોકી ન શકાય. માનસિક તનાવો અને સંઘર્ષજનક હિંસક પ્રવૃત્તિઓ પર સ્થાયી વિજય મેળવવાનો એકમાત્ર રસ્તો છે મન, વચન અને આચરણમાં સક્રિય અહિંસાનો વિકાસ. સમય આવી ગયો છે જ્યારે પ્રતીકાત્મક રૂપથી નહીં, પરંતુ નક્કર કાર્યક્રમો દ્વારા પોતાના પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં અહિંસાની સંસ્કૃતિ પ્રત્યે સામૂહિક, સુનિયોજિત, પ્રશિક્ષિત, અનુશાસિત અને ઉત્તરદાયિત્વપૂર્ણ નિષ્ઠા પેદા થાય. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ સામાજિક જીવનમાં વિવેકશીલ અનુશાસન લાવવા માટે અહિંસા પ્રશિક્ષણ પર બહુ ભાર મૂક્યો છે. અહિંસા પ્રશિક્ષણના આધારભૂત પાસાં છે : (૧) ભાવ પરિવર્તન (૨) દૃષ્ટિકોણ પરિવર્તન (૩) જીવનશૈલી પરિવર્તન તથા (૪) વ્યવસ્થા પરિવર્તન. અહિંસાયાત્રાના માધ્યમથી અહિંસા પ્રશિક્ષણનો સિલસિલો ગામડાંના ખેડૂતોથી માંડીને શહેરના બુદ્ધિજીવીઓ સુધી સંપૂર્ણ જનમાનસમાં સ્કૂર્તિમાન થઈ રહ્યો છે. અહિંસાયાત્રાના લક્ષ્યને ફળીભૂત બનાવવા માટે આજે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સ્તરે સંકલ્પની આવશ્યકતા છે. અહિંસાના ઉદ્ગાતા આપણને રસ્તો બતાવે છે. પરંતુ પોતાની જીવનયાત્રાને અહિંસા યાત્રામાં પરિવર્તિત કરવાની જવાબદારી તો સમાજના બધા વર્ગોના ખભે છે. એ માટે જરૂરી છે સકારાત્મક વિચારધારાથી દૃષ્ટિકોણ પરિવર્તન,
233
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org