________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
પ્રાપ્ત કરી શકે. કેમ સ્વેચ્છા અને ઉમંગથી કરવામાં આવતા અપરિગ્રહ, અનેકાન્ત દૃષ્ટિ, અહિંસક વિચાર-વ્યવહાર અને વધતી વિરક્તિની ભાવના જીવનમાં ધર્મજાનત ઉત્કૃષ્ટ મંગળ લાવી શકે ?
શ્રમણત્વ ધારણ કરીને કોઈ જન્મતું નથી. સાધુ “જન્મથી સાધુ નથી હોતા. તે તો સાધનાપથ પર જઈને “કર્મણા' બની જાય છે. સતત સાધનાથી જ મનુષ્ય આ આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચે છે. શ્રમણ સંસ્કૃતિમાં શ્રમણ આત્મગુણોના વિકાસથી માર્ગદર્શક બને છે; તેમણે અંદરથી અને બહારથી અતિશય મૃદુ, સર્વજનહિતૈષી, આત્મકલ્યાણમાં લીન, સમભાવથી સંપન્ન અને ઉચ્ચતમ માનવીય આદર્શોની મૂર્તિરૂપે ઘડાવું પડે છે. ધર્મગુરુના સ્વરૂપે તેઓ જનમાનસને પોતાના અનુભવો બતાવીને આત્મઉદ્ધારનો રસ્તો બતાવે છે.
એ સ્પષ્ટ છે કે વધતા ભૌતિકવાદી વાતાવરણમાં પોતાની આચારસંહિતા વીતરાગી સ્વ-અનુશાસન તથા શ્રમણસંઘના પૂર્ણ સંયમ અને અનુશાસનની મર્યાદામાં રહીને સર્વાશે નિભાવવી મુશ્કેલ હોવા છતાં એ ખૂબ જરૂરી છે. એમણે જનમાનસને માત્ર ભક્તિમાર્ગમાં જ નથી લઈ જવાનું, પરંતુ એટલું જ જ્ઞાનમાર્ગમાં પણ લઈ જવાનું છે. આજના યુગમાં શ્રમણ સંસ્કૃતિનું મહત્ત્વ ઘણું વધી ગયું છે, કારણ કે સમાજમાં ત્યાગ અને સંસ્કારોને દઢ કરવાની ખાસ જરૂરત છે. તાત્પર્ય એ છે કે શ્રમણ વર્ગે પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ ધ્યાન રાખવું જોઈએ, સાથે એમના ઉદાહરણરૂપ જીવનનો સમ્યફ અને હકારાત્મક પ્રભાવ જનમાનસ પર પડવો પણ જરૂરી છે. સ્વઆત્માની મોક્ષપ્રાપ્તિની સાથે સાથે એમની સામાજિક જવાબદારી પણ વધી છે, તેથી સમાજને ભૌતિકવાદના સકંજામાંથી બચાવીને માનવતા તરફ લઈ જઈ શકાય.
જૈન ધર્મ મૂળથી જ આત્મવાદી રહ્યો છે અને એનું સમગ્ર ચિંતન આત્માને કેન્દ્રમાં રાખે છે. શ્રમણ સંસ્કૃતિની મુખ્ય વાત એ છે કે આપણું ધર્મચક્ર આપણા પોતાના આચરણના પથ પર ચલાવવાનું છે અને તેથી પુરુષાર્થ વડે પોતાના જીવનનો ઉદ્ધાર કરવાનો છે. દરેક મનુષ્યનું પોતાનું ધરાતલ હોય છે. જો કંઈ ઉગાડવું હોય તો એના પર જ ઉગાડવું પડશે. શ્રમણ સંસ્કૃતિ આ દર્શાવે છે અને શિખવાડે છે કે ભૌતિકતાની ભીડમાંથી બહાર આવીને મનુષ્ય સ્વધર્મનું પાલન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org