________________
શ્રમણ સંસ્કૃતિની આધારશિલા
કરવું જોઈએ. ત્યારે એને જીવનનું રહસ્ય સમજાશે. પોતાની નિર્બળતાઓ તથા કષાયો સામેનું યુદ્ધ આદરવું અને તેના પર વિજય મેળવવો એ તેનો સ્વધર્મ છે.
જૈન ધર્મમાં પરમાત્મા બનવાનો અધિકાર, પાત્રતા અને શક્તિ બધા જ જીવાત્માઓને પ્રાપ્ત છે. જૈન ધર્મની આત્મવિદ્યા આત્મા અને અનાત્માના પારસ્પરિક સંબંધો અને એના પૃથક્કરણની વૈજ્ઞાનિક પ્રક્રિયાનાં સૂક્ષ્મ રહસ્યો પર પ્રકાશ નાખે છે. વિશ્વ છ દ્રવ્યોથી બનેલું છે : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ ચેતન છે અને બાકીનાં દ્રવ્યો અચેતન. પરમાણુઓના સંયોગવિયોગથી આ ભૌતિક જગતની રચના થઈ છે. જીવ અને પુગલના સંપર્કથી પેદા થયેલું કર્મબંધન જીવસૃષ્ટિની વિવિધતા લાવે છે અને આત્મા મોક્ષ ન પામે ત્યાં સુધી જન્મ-મરણની અગણિત યોનિઓના ભવચક્રમાં નાખી દે છે. જ્યારે આત્મા કર્મબંધનથી સ્વતંત્ર થઈ જાય છે, ત્યારે તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ પામીને સર્વજ્ઞ-સર્વદર્શી બની જાય છે. માયાની મૃગતૃષ્ણામાં મનુષ્ય ભટકી જાય છે. ઇચ્છાઓની સ્નિગ્ધ અને ચળકતી જાળમાં ફસાઈ જાય છે. આત્મબોધથી જ આપણે સ્વયંના સત્ય સ્વરૂપને ઓળખીશું અને ભૌતિક જીવનની વેદનામાંથી મુક્ત થઈ જઈશું.
શ્રમણ સંસ્કૃતિ એક એવી જીવંત આધ્યાત્મિક વિચારધારા છે, જેમાં જીવનનાં નીતિનિર્માણ અને સ્વબળે આત્મોદ્ધાર માટેની સજ્જતા હંમેશાં રહી છે. શ્રમણ સંસ્કૃતિ એક એવો અનુપમ બાગ છે, જેમાં ભક્તિયોગની ભવ્યતા, જ્ઞાનયોગની ગરિમા, કર્મયોગની સાધના, અધ્યાત્મયોગનો પ્રકાશ, તત્ત્વજ્ઞાનની ગહનતા અને ગુણોની દિવ્યતા છે. ભલે ને જૈન ધર્માવલંબી બહુ ઓછા હોય (આજે આખા જગતમાં આશરે દોઢ કરોડથી વધુ સંખ્યા નથી), પરંતુ જૈન સિદ્ધાંતોએ સમગ્ર ભારતીય સમાજને વિભિન્ન કાળ અને બદલાતી પરિસ્થિતિમાં હિંસા અને શોષણના માર્ગથી વિમુખ કરીને પરસ્પર અભય અને શાંતિમય સહઅસ્તિત્વની તરફ દોર્યા છે અને મનુષ્યને અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓની સંકડામણથી ઉગાર્યો છે.
પ્રાગુવૈદિક કાળમાં શ્રમણ સંસ્કૃતિ અને શૈવ સંસ્કૃતિ તથા વૈદિકકાળમાં શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ સમાંતર ચાલી છે અને પરસ્પરની પૂરક બની
11
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org