________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિ માટે માત્ર ગર્વ કરવાથી કામ નહીં ચાલે. આ વિરાટ સંસ્કૃતિનાં વિભિન્ન પાસાંઓ પર વિશ્વસ્તરે કરેલું કાર્ય જ અહિંસાની પતાકાને ઊંચે ફરકાવવામાં સમર્થ થશે.
૨૧મી શતાબ્દી અર્થાત્ ત્રીજી સહસ્રાબ્દીના પ્રારંભમાં માનવતા ઇતિહાસના નિર્ણાયક વળાંક ૫૨ આવીને ઊભી છે. વૈજ્ઞાનિક અને ટેક્નૉલોજિકલ ક્ષેત્રોમાં લાજવાબ પ્રગતિ અને ભૌતિક સુખોની પરાકાષ્ઠા સાથે જરૂરી છે આધ્યાત્મિક અને નૈતિક પુનઃજાગરણની; જે ઉત્થાનને તાણમુક્ત, શાંતિમય અને સ્થાયી દિશા આપી શકે. જૈન ધર્મ આ સંદર્ભમાં અહિંસાની શક્તિ અને સાહસને મૂર્તિમંત કરીને માનવતાને નિરંતર વધતી જતી હિંસા, પીડા, ભય, તાણ અને શોષણથી ઉગારવામાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.
ભગવાન મહાવીરનો સંદેશ ‘મા હણો મા હણો' (હિંસા ના કરો, હિંસા ના કરો) ફરી ફરીને સંસા૨માં ફેલાવવાનો છે. જેનાથી અહિંસાનાં મૂળિયાં સજીવન થાય અને હિંસાનો ભય અને આતંક ખતમ થઈ શકે. આખા વિશ્વમાં અહિંસા સંસ્કૃતિના પક્ષમાં વિશ્વસ્તરીય સંકલ્પ અને સમર્થન જગાડવાની ૨૧મી શતાબ્દીમાં તાતી જરૂરિયાત છે. જેનાથી માનવના અતિવિકસિત સભ્યતાનાં સકારાત્મક ગુણતત્ત્વો પ્રદૂષિત અને ઝાંખાં ન થઈ જાય તેમજ હિંસા તથા આતંકવાદ લોકજીવનને સ્થાયીરૂપે ક્ષતિગ્રસ્ત અને અસલામત ન કરી દે.
અંતમાં આ જ તો એક ધર્મ અને સંસ્કૃતિ છે જેણે માત્ર માનવજાતિને માટે નહીં પરંતુ સમસ્ત પ્રાણીજગત અને વસુધાનાં જીવંત તત્ત્વોને માટે સમતા, સહકાર અને સામંજસ્યપૂર્ણ પરસ્પરાવલંબન પર જીવવાના અધિકાર (Right to life)ને સર્વોચ્ચ આસને પ્રતિષ્ઠિત કરીને અહિંસા દ્વારા સંપૂર્ણતા અને માનવતાને સમ્યબોધ અને આચરણનું દિશાદર્શન આપેલ છે.
Jain Education International
248
For Personal & Private Use Only
www.jainelibrary.org