________________
ઉપસંહાર
સંભાવનાઓને મૂર્ત રૂપ આપવાના પ્રયત્નોમાં કીમતી ફાળો આપી શકે. આવા વિશેષ ક્ષેત્ર અને પ્રવૃત્તિઓમાં જૈન સમાજની પહેલ લાભકારક સાબિત થશે. યુગ સંસ્કૃતિના રૂપમાં જૈન ધર્મની કરુણામય પર્યાવરણીય આભા વિશ્વ જનમાનસમાં રોપવાનું આજના યુગના દરેક જૈનનું કર્તવ્ય છે. આ કર્તવ્યનું પાલન કરવાથી આત્મસંતોષ તો મળશે જ, સાથે મનના કષાય દૂર થશે, પરંતુ એથી પણ આગળ જૈનદર્શનનો પ્રસાર વિશ્વના આધ્યાત્મિક, પર્યાવરણીય અને નૈતિક વાતાવરણમાં ભૂલો પડવાથી, ગૂંચવણથી અને દિશાવિહીન થવાથી બચાવશે.
સર્વપ્રથમ, એવા તળિયાના કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ જે કરુણા, ભાઈચારા અને સહિષ્ણુતાને વધારનારા હોય અને ઘૃણા, લોભ અને છળકપટને દૂર કરનારા હોય. આનાથી સમાજમાં અહિંસા સંસ્કૃતિનો પાયો મજબૂત થઈ શકશે.
બીજું, એવા બધા પર્યાવરણ-સંવર્ધન અને સંરક્ષણના કાર્યક્રમોમાં સક્રિય મદદ કરવી કે જેના માધ્યમથી વધતા જતા પ્રદૂષણ પર નિયંત્રણ આવે અને ધરતી માતા સાથેના સહકારિતા અને સહઅસ્તિત્વના સંબંધ વધે.
ત્રીજું, સ્વૈચ્છિક નિયંત્રણ, સંયમ અને ભૌતિક વસ્તુઓનો મોહ ઓછો કરી વ્યર્થ ઉપભોક્તાવાદ ૫૨ અંકુશ લગાવી અને માન્ય તથા પ્રાકૃતિક સંસાધનોનું શોષણ બંધ કરવાથી એક અનુક૨ણીય નૈતિક પ્લૅટફૉર્મ તૈયાર થઈ શકશે.
ચોથું, શિક્ષણનો પ્રસાર, સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓમાં પ્રગતિ, પ્રાકૃતિક અને અન્ય આપત્તિઓથી રાહત મળે તેવી સરકારી અને બિનસરકારી યોજનાઓમાં આગળ પડતી ભાગીદારી જૈન સમાજની માનવસમાજમાં આબરૂ અને ઇજ્જત વધારશે. સાચું ધર્મપાલન પ્રાચીન શાસ્ત્રોનાં અધ્યયનો સુધી સીમિત નથી પરંતુ સમાજના જરૂરિયાતવાળા અને વંચિતોની સેવાશુશ્રૂષામાં સમાયેલું છે. આવા નિસ્વાર્થ સેવા, કરુણાભાવ અને વીતરાગી વલણ અહિંસાના સંસ્કારોને વધારશે અને વિજ્ઞાન, પર્યાવરણ, અધ્યાત્મ અને વિકાસનાં ક્ષેત્રોમાં સમાંતરે સુસમ્બદ્ધ પ્રગતિ અને ઉત્થાનનો માર્ગ તૈયાર કરશે.
Jain Education International
247
For Personal & Private Use Only
www.jainelibrary.org