SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય તીર્થકર ભગવંતો પુરાતત્ત્વ, ગદ્ય, પદ્ય, નાટક, ગણિત વગેરે કેટલાય વૈવિધ્યપૂર્ણ વિષયો પર જૈન સાહિત્ય મળે છે. જૈન તીર્થક્ષેત્રો (નિર્વાણક્ષેત્ર, કલ્યાણક ક્ષેત્ર, અતિશય ક્ષેત્ર અને કલાતીર્થ) સમગ્ર ભારતમાં ફેલાયેલાં છે. નિર્વાણક્ષેત્રોમાં મુખ્ય છે કૈલાસ પર્વત (અષ્ટાપદ), ચંપાપુરી, ગિરનાર, પાવાપુરી અને સમેતશિખર; ઉત્તર પ્રદેશમાં શૌરીપુર અને કાકંદી; ઓરિસામાં ખંડગિરિ, ઉદયગિરિ; બિહારમાં પટણા, રાજગૃહી, ગુણાવા; મધ્યપ્રદેશમાં સોનાગિરિ, દ્રોણગિરિ, ચૂલગિરિ, પાવાગિરિ, ચિત્રકૂટ, નૈનાગિરિ, કુંડલપુર; ગુજરાતમાં તારંગા, પાલીતાણા, પાવાગઢ; મહારાષ્ટ્રમાં ગજપથા, માંગતુંગી, કુન્થલગિરિ, મુક્તાગિરિ પણ પ્રાચીન સિદ્ધક્ષેત્ર રહ્યાં છે. શ્રાવસ્તી, કિૌશામ્બી, કાશી, ચંદ્રપુરી, કાકન્દી, ભદલપુર, સિંહપુરી, ચંપાપુરી, કમ્પિલા, રતનપુરી, હસ્તિનાપુર, મિથિલા, રાજગૃહ, શૌરીપુર, કુંડગ્રામ (વૈશાલી)માં વિખ્યાત કલ્યાણકતીર્થ છે. આ રીતે તીર્થંકર પરંપરાએ જૈન ધર્મને સમગ્ર ભારતમાં ફેલાવીને એનો અમીટ પ્રભાવ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક જ્ઞાન, વિજ્ઞાન, કલાથી સંપન્ન વારસા પર પાડ્યો છે. 3] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy