________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
આયુષ્ય અને કદ વગેરે લાંબા અને વિરાટ બતાવવાના કારણે દંતકથારૂપ લાગે છે. કેટલાંય લાખ વર્ષોથી વધુ આયુષ્યનો અર્થ શું થાય ? એનો સમય કેટલો કહેવાય એ તો શોધ જ બતાવશે. તીર્થંકરોના વ્યક્તિત્વના વિરાટરૂપનું ગૌરવપૂર્ણ વર્ણન એની જગ્યાએ યોગ્ય છે, પરંતુ કેટલાય ઇતિહાસકારો એને ઇતિહાસના રૂપમાં સ્વીકારતા અચકાય છે. એક વાત નિશ્ચિત છે કે ૨૪ તીર્થંકરોની એક અતૂટ પરંપરા રહી છે અને વિશેષ રીતે ઋષભદેવ અને મહાવીરના વચ્ચેના કાળનો ગાળો માત્ર ૫૦૦૦ વર્ષ પણ માની લઈએ તો એ ૫૦ શતાબ્દી અથવા ૫ સહસ્રાબ્દી થાય.
ભારતીય સંસ્કૃતિ, કલા અને ધર્મવિષયક અઢળક વારસાનું ઐતિહાસિક લેખન પૂરું અને વ્યવસ્થિત મળતું નથી. કારણ કે પ્રાય: મૌખિક સામગ્રી રૂપે તે પેઢી દર પેઢી ઊતરતું રહ્યું. આ કારણે જ તીર્થંકર ભગવાન મહાવીર પૂર્વે થયેલા તીર્થંકરો વિશે નિશ્ચિત ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી.
તીર્થંકરોએ સમગ્ર ભારતમાં વિહાર કર્યો અને પોતાની દિવ્ય વાણીનો સંદેશ ચોત૨ફ ફેલાવ્યો. વિશેષ કરીને અંતિમ તીર્થંકર મહાવીરે અંગ, બંગ, કલિંગ, મગધ, મથુરા અને દૂર મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પ્રચાર કર્યો. શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામી બંગાળમાં જન્મ્યા અને ધર્મપ્રચારને માટે મધ્યભારતમાં ઉજ્જૈન આવ્યા, જ્યારે એમના સમયમાં દીર્ઘકાલીન બાર વર્ષનો દુષ્કાળ પડ્યો ત્યારે તેઓએ પોતાના શિષ્ય મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તને મુનિ-દીક્ષા આપીને બાર હજાર દિગંબર મુનિઓ સાથે દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોડા પહોંચ્યા. ત્યાંથી તેઓ સમગ્ર દક્ષિણ ભારતમાં ફેલાઈ ગયા. દક્ષિણ ભારતમાં જૈન મંદિરોનું નિર્માણ થયું અને ગોમટેશ્વર, હેલેબિડ, મૂડબિદ્રી, વેણુર, કારક્કલ જેવા કુંદકુંદ-વેડ, કડલૌરબાદામી ગુફાઓ, સિન્તલવાસલ ગુફાઓ જેવાં પ્રાચીન સ્થળોમાં જૈન મંદિરોના અવશેષોએ જૈન કલાતીર્થોની યશગાથા જીવંત રાખી છે. ઉત્તર ભારતમાં જૈન આગમ અને ટીકાઓ લોકભાષા પ્રાકૃત, અપભ્રંશ અથવા અર્ધમાગધીમાં લખાયાં. દક્ષિણ ભારતના આચાર્યોએ કન્નડ, તેલુગુ, તમિલ, મહારાષ્ટ્રી પ્રાકૃતમાં વિપુલ જૈન સાહિત્યની રચના કરી. અધ્યાત્મ પુરાણ, ઇતિહાસ, લલિતકલા, શિલ્પ અને વાસ્તુકલા, મૂર્તિકલા, સમાજશાસ્ત્ર, જ્યોતિષ વિજ્ઞાન, અંતરિક્ષ જ્ઞાન,
30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org