________________
અન્ય તીર્થકર ભગવંતા
શ્રી પાર્શ્વનાથે અહિંસાના સિદ્ધાંતને વ્યવસ્થિત રૂપ આપ્યું. એમણે સત્ય, અસ્તેય અને અપરિગ્રહની સાથે અહિંસાને સાંકળીને અહિંસાને સામાજિક અને વ્યાવહારિક જૈન રૂપ આપ્યું. આચાર્ય સુશીલકુમારજીનો મત છે કે “અહિંસાના સર્વપ્રથમ ઇતિહાસસિદ્ધ વ્યાવહારિક પ્રયોગદૃષ્ટા પાર્શ્વનાથ જ હતા.” એમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી લગભગ ૭૦ વર્ષ સુધી અહિંસાનો દેશવ્યાપી પ્રચાર ર્યો. એમણે કેટલીય જંગલી જાતિઓને અહિંસક બનાવી. એમનું નિર્વાણ સમેતશિખરની પાવનભૂમિ પર થયું, જે પારસનાથ પર્વત તરીકે પણ ઓળખાય છે. રાજા પ્રસેનજિત પર થયેલા ક્રૂર આક્રમણના સમયે કાશી-કોશલ રાજ્યો તરફથી તેઓ એકલા પ્રતિપક્ષમાં ગયા અને અહિંસા તેમજ સહિષ્ણુતાના સંદેશથી દુશ્મનાવટ દૂર કરીને મૈત્રી અને શાંતિની સ્થાપના કરી. પાર્શ્વનાથ ભગવાને વૈદિક યજ્ઞોમાં પ્રાણીઓની આહુતિ રોકવા માટે અનેક સફળ પ્રયત્ન કર્યા. પાર્શ્વનાથનો પ્રભાવ બંગાળ, બિહાર, ઓરિસામાં ફેલાયેલી જંગલી અને ભીલ જનજાતિઓ પર પડ્યો, જે આજે પણ તેમને પૂજે છે. તેઓ શાકાહારી છે અને રાત્રિભોજન કરતા નથી. પાર્શ્વનાથનો રાજકુલોમાં પણ સારો એવો પ્રભાવ હતો. એમના સમયમાં જૈન ધર્મ પાર્શ્વનાથ ધર્મ તરીકે પણ ઓળખાવા લાગ્યો હતો. જૈન પુરાણો અનુસાર પાર્શ્વનાથનો નિર્વાણકાળ ઈ. સ. પૂર્વે ૭૭૭ માનવામાં આવે છે.
દેશના ઇતિહાસકારોએ મળતા ઐતિહાસિક પુરાવાના આધારે મોટા ભાગે ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનો ઉલ્લેખ કર્યો છે. અંતિમ તીર્થકર મહાવીરસ્વામીના આયુષ્ય, જન્મ-નિર્વાણ વગેરેની નિશ્ચિત તિથિઓ વિશે સહમતી છે અને પ્રથમ તીર્થકર સંબંધી હિંદુ પુરાણોમાં ઠેર ઠેર થયેલા ઉલ્લેખો તથા ઉત્પનન દરમિયાન મળેલી મૂર્તિઓના અવશેષો મળે છે. અન્ય તીર્થકરો વિશે હજી વિશેષ શોધ બાકી છે. એમના કુળના રાજપરિવારોનો ઇતિહાસ તથા વિશિષ્ટ સ્થાનોએ થયેલા ખોદકામ દરમિયાન મંદિરો, મૂર્તિઓ અને માનસ્તંભો વગેરેના અવશેષો એમની યશગાથા જીવંત કરી દે છે. જૈન પુરાણો, ભક્તિગીતો અને પૂજાઓમાં પણ આ બધાનો ઉલ્લેખ છે. દરેકના પૂર્વભવોનો પણ ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે ઋષભદેવના ૧૩ ભવો અને મહાવીરના ૨૭ ભવોની વિસ્તૃત જાણકારી જૈન શાસ્ત્રોમાં મળે છે. મુશ્કેલી એ છે કે જૈન શાસ્ત્રોમાં દરેક તીર્થંકરનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org