________________
અંતિમ તીર્થકર ભગવાન
મહાવીરસ્વામી
ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીનો જીવનકાળ ઈ. સ. પૂર્વે પ૯૯થી ઈ. સ. પૂર્વે પર૭નો રહ્યો. એપ્રિલ ૨૦૦૧થી એપ્રિલ ૨૦૦૨ના વર્ષમાં માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બધા મુખ્ય દેશોમાં તીર્થકર ભગવાન મહાવીરસ્વામીનો ૨૦૦૦મો જન્મકલ્યાણક સમારોહ ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમા તીર્થકર જ નહીં, પરંતુ વિશ્વના મુખ્ય હરોળના આધ્યાત્મિક ગુરુ થઈ ગયા. એમનો અહિંસા, શાંતિ, કરુણા, વિવેક, સહિષ્ણુતા અને સમાનતાનો શાશ્વત, અવિસ્મરણીય અને આચારયુક્ત સંદેશ છેલ્લી ૨૫ શતાબ્દીઓથી ગુંજતો રહ્યો છે અને આજની વિષમ અને અશાંત સ્થિતિમાં માનવીના મનને સુખ અને શાંતિ આપતો આવ્યો છે.
જૈન શાસ્ત્રના ગ્રંથ શ્રી “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે :
“જે રીતે હાથીઓમાં ઐરાવત સર્વોચ્ચ છે, પશુઓમાં સિંહ, નદીમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ, એ રીતે જ્ઞાતપુત્ર મહાવીર મોક્ષમાર્ગનો રસ્તો બતાવનાર પથપ્રદર્શકોમાં સર્વોચ્ચ છે.”
મહાવીરનો જીવનકાળ ૭૨ વર્ષનો હતો. તેઓ રાજસી વાતાવરણમાં જન્મ્યા, ઊછર્યા અને મોટા થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org