________________
અપરિગ્રહ સંસ્કૃતિ
પાછળ લોભ, લાલચ અને ભૌતિક ભોગની ભાવના રહે છે. પરિગ્રહને કોઈ સીમા નથી. એમાં સતત વૃદ્ધિ થતી રહે છે અને મનુષ્ય અસંયમી ૨હે તો માયાજાળ અને કર્મબંધનોમાં સપડાતો જાય છે. આનો અર્થ એ નથી કે આ પ્રગતિયુગમાં આપણે અભાવગ્રસ્ત બનીને જીવીએ અથવા પોતાની યોગ્યતા પ્રમાણે જીવનસ્તર ન રાખીએ. મહત્ત્વની વાત એ છે કે આપણે જે કોઈ જીવનધોરણ ધરાવતા હોઈએ, કિંતુ જીવનદર્શનના રૂપમાં આપણે અનાસક્તિ (અમૂર્છા)નો દૃષ્ટિકોણ નિરંતર આપણી સમક્ષ રાખવો જોઈએ અને ક્યારેય અનિયંત્રિત ઇચ્છાઓના ગુલામ ન બનવું જોઈએ.
કુંદકુંદાચાર્ય ‘સમયસાર'માં લખે છે :
" कितना भी भोग करो, चाह की दाह कभी नहीं मिटती, जैसे जोंक विकारी खून को तृष्णावत् पीती रहती हैं, और अंत में मर जाती हैं ।" ચાહે કેટલાય ભોગોને ભોગવ્યા કરો, લાલસાનો અગ્નિ બૂઝશે નહિ, જેમ જૂ તૃષ્ણાથી સતત લોહી ચૂસ્યા કરે છે અને મરી જાય છે.
સ્વામી સમંતભદ્રએ જૈન શાસ્ત્ર ‘રત્નકદંડશ્રાવકાચાર'માં કહ્યું છે:
“જેમ ઈંધણથી આગ તૃપ્ત થતી નથી, હજારો નદીઓ સમુદ્રને તૃપ્ત કરી શકતી નથી, એ રીતે માનવીની ઇચ્છાઓ ક્યારેય તૃપ્ત થતી નથી.”
જૈન શાસ્ત્રોમાં પરિગ્રહને બાહ્ય અને આંતરિક રૂપે સમજાવવામાં આવે છે. બાહ્ય પરિગ્રહ નવ જાતના હોય છે. ખેતીવાડી, સ્થાવર જમીન અને મકાન, ધનરાશિ, ઘરેણાં આભૂષણ, પશુસંપદા, ગૃહસજાવટની ચીજવસ્તુ, વિવિધ સંપત્તિ, ધાન્ય, ઉદ્યોગધંધા અને કારખાનાં, ચલ-સંપત્તિ (મોટરગાડી વગેરે). આંતરિક પરિગ્રહનું રૂપ છે કષાય, અવિરતિ, પ્રમાદ, શોક, ક્રોધ, માન, માયા, લોભ, ભોગવિલાસ ભાવ તથા મિથ્યાત્વ ભાવ વગેરે. બાહ્ય હોય કે અત્યંતર બંને પ્રકારના પરિગ્રહમાં કેવળ સંગ્રહ પરિગ્રહ નથી, પરંતુ એનાથી અધિક એવી સંગ્રહવૃત્તિ અથવા સંગ્રહ-આસક્તિ છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી એ વસ્તુના મોહનો ત્યાગ ન થાય, ત્યાં સુધી કોઈ વસ્તુનો માત્ર ત્યાગ પૂરતો નથી.
Jain Education International
85
For Personal & Private Use Only
www.jainelibrary.org