________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
આ સર્વ પ્રકારના પરિગ્રહોની પાછળ અસીમિત અને અનિયંત્રિત તૃષ્ણાની ભાવના રહે છે. જૈન પુરાણોમાં યોગ્ય જ કહ્યું છે : “7 નગી, વચમેચ ની” અર્થાત્ મનુષ્યનું આયુષ્ય પૂરું થઈ જાય, પરંતુ એની તૃષ્ણા પૂરી થતી નથી.
વિશ્લેષણાત્મક દૃષ્ટિએ જૈન ધર્મમાં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) કર્મ ઉપધિ (૨) શરીર ઉપધિ અને (૩) ભંડોપકરણ ઉપાધિ.
(૧) બધાની પાસે કોઈ ને કોઈ માત્રામાં કર્મ હોય જ છે અને કર્મબંધનોથી છુટકારો મેળવવાનો રસ્તો જૈન ધર્મમાં દર્શાવવામાં આવ્યો છે. મનુષ્યના જીવન સાથે જોડાયેલો આ એક પ્રકારનો મૂળભૂત પરિગ્રહ છે.
(૨) શરીર સર્વને પ્રાપ્ત થયું હોય છે. માનવી જીવે છે, ત્યાં સુધી એનો આત્મા શરીરમાં વસે છે. જ્યારે મૃત્યુ આવે છે અને આત્મા ઊડી જાય છે, ત્યારે આપણે મૃત શરીરનો અગ્નિસંસ્કાર કરી દઈએ છીએ અને એનાથી શરીરનો પરિગ્રહ છૂટી જાય છે.
(૩) ભંડોપકરણ ઉપધિમાં તમામ પ્રકારની સાંસારિક મોહ-માયાનો સંગ્રહ આવી જાય છે. જીવનમાં આ પરિગ્રહ વધતો જાય છે. એમાંથી છૂટવા માંગતા હોવા છતાં છૂટતો નથી. આ પરિસ્થિતિમાં અપરિગ્રહને વ્યવહારમાં લાવવો એક. દઢ સંકલ્પ અને નિષ્ઠાપૂર્ણ આધ્યાત્મિક વિચાર માગે છે. એ સ્પષ્ટ રીતે સમજાય કે વસ્તુઓનો સઘળો ભંડાર મૃત્યુ પછી પોતાની સાથે લઈ જવાનો નથી, તો મનુષ્ય અપરિગ્રહની તરફ આગળ વધી શકે. પરિગ્રહ જડ અથવા ચેતન વસ્તુથી, રૂપી અને અરૂપી વસ્તુઓ અથવા વિચારોથી અથવા સ્કૂલ અને સૂક્ષ્મ વસ્તુઓથી થઈ જાય છે. માત્રા અથવા પ્રકાર નાના હોય કે મોટા, પરિગ્રહ એ પરિગ્રહ છે. એ સમજવું જરૂરી છે. અપરિગ્રહી ગાંધી :
અતિવ્યસ્ત રાજનૈતિક અને સામાજિક જીવનમાં રહીને પણ મહાત્મા ગાંધી સાદી, સરળ અને સંયમિત જીવનશૈલી પર ચાલ્યા. એ દૃષ્ટિથી તેઓ અપરિગ્રહને માટે એક રોલ-મોડેલ બની ગયા. એમનાં “સાદું જીવન અને ઉચ્ચ વિચાર' જોઈને વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું કે, “ભવિષ્યમાં કોઈ વિશ્વાસ નહીં કરી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org