________________
પર્યુષણ પર્વ
તે સાથે જ વ્રત, ઉપવાસ, પૂજા-પાઠ, વિશેષ નિષ્ઠા અને ઉત્સાહથી કરવામાં આવે છે. દેવ, શાસ્ત્ર અને ગુરુ વિશે વિશેષ જાણકારી લઈને ભક્તજન ધર્મના મર્મને સમજવામાં વિશેષ પ્રગતિ આ પર્વના દિવસોમાં કરે છે.
આત્મશુદ્ધિને માટે દરરોજ છ અંગો પર ધ્યાન આપીને વિકારોની શુદ્ધિનો પ્રયત્ન કરવામાં આવે છે. છ અંગ છે :
આલોચના : પોતાના અંતરના વિકારોનું નિરીક્ષણ. નિંદના : આત્મદોષોને માટે આત્મનિંદાભાવ. ગણા : ગુરુ અથવા મોટા લોકોની સામે પોતાની ભૂલનો સ્વીકાર કરવો.
પ્રતિક્રમણ : વિકારોનું આક્રમણ હટાવી પુનઃ સ્વભાવમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને ધ્યાન કેન્દ્રિત કરીને વિકાર રહિત થવાની સાધના કરવી.
ક્ષમાપના : મન, વચન, કાયાથી કરેલા વ્યવહારદોષોને માટે બીજા પાસે ક્ષમાયાચના.
પ્રાયશ્ચિત્ત વિશેષ અપરાધો અથવા દોષોના માટે પ્રાયશ્ચિત્ કરવું જેનાથી જૂનાં પાપ ધોવાઈ જાય અને નવાં પાપો ન કરવાનો સંકલ્પ મજબૂત બને.
પ્રતિક્રમણ એક સર્વાગી ઉપાસના છે. તીર્થકરોની વંદના અને સ્તુતિની સાથે સાથે ભૂલો, આચરણદોષો પર ચિંતન અને પશ્ચાત્તાપ. આ રીતે પ્રતિક્રમણ શુભમંગલ અને પવિત્ર ધાર્મિક સંસ્કારોને પોષે છે અને આત્માની જાગરૂકતા અને ઊર્જાને વધારે છે. દશલક્ષણ પર્વ :
દિગંબર પર્યુષણને દશલક્ષણ પર્વ એટલે કહેવામાં આવે છે કે દસ દિવસમાંથી દરેક દિવસ એક ગુણતત્ત્વનું વિવેચન અને ગ્રહણ કરવા માટે રાખવામાં આવ્યો છે. આ રીતે પર્યુષણ એ ગુણોની આરાધનાનું પર્વ છે. દસ ગુણતત્ત્વ છે : (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ (૩) ઉત્તમ આર્જવ (૪) ઉત્તમ શૌચા (૫) ઉત્તમ સત્ય (ક) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય. આ દસ ગુણતત્ત્વોમાં જૈન ધર્મના બધા તત્ત્વજ્ઞાનનો સાર સમાઈ જાય છે. દસ દિવસ પછી તરત ક્ષમાવાણી આવી જાય
189
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org