________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
:
પ્રતિમાઓને પણ રાખે છે અને પૂજે છે. પૂજા કરતી વખતે તેઓ ઊભા ન રહેતાં બેસી જાય છે. પૂજામાં લીલાં ફળ, ફૂલ વગેરે ચઢાવે છે. તેઓ રાત્રે આરતી પણ કરે છે અને પ્રસાદ વહેંચે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતના મોટાભાગના દિગંબર જૈનો બીસ પંથી છે.
દિગંબર તેરાપંથી : ઈ. સ. ૧૫૯૬માં મુખ્યત્વે ભટ્ટારકોના પ્રભાવને હટાવવા માટે તેરાપંથ શરૂ થયો. તેરાપંથી મંદિરોમાં ફક્ત તીર્થંકરોની પ્રતિમાઓ રાખે છે પણ ક્ષેત્રપાલ, પદ્માવતી, વગેરેની નહીં. તેઓ પૂજામાં ક્યારેય ફળ, ફૂલ કે લીલી ભાજીનો ઉપયોગ નથી કરતા કારણ કે આ પદાર્થ ‘સચિત્ત’ છે. માટે પૂજામાં અક્ષત, ચંદન, બદામ, સૂકાં નારિયેળ જેવાં દ્રવ્યો જ કામમાં લેવામાં આવે છે. તેઓ મંદિરોમાં પ્રસાદ પણ નથી વહેંચતા અને પૂજા ઊભા રહીને કરે છે. તેરાપંથી મોટેભાગે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળે છે. દિગંબર તેરાપંથી, શ્વેતાંબર તેરાપંથીથી જુદા છે. શ્વેતાંબર તેરાપંથ, દિગંબરત્વ અને મૂર્તિપૂજા બંનેને સ્વીકારતો નથી.
દિગંબર તેરાપંથના પ્રસિદ્ધ મહાપુરુષ આચાર્ય કલ્પ પં. ટોડરમલ હતા, જેઓ ૧૮-૧૯મી શતાબ્દીના કાળમાં જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન હતા અને એમની ‘ગોમ્મસાર’ પર ટીકા અને લગભગ ૧૨થી વધુ મૌલિક રચનાઓ અને વ્યાખ્યાત્મક ટીકાઓ પ્રસિદ્ધ છે.
દિગંબર તરણપંથ : દિગંબર તરણપંથ મૂર્તિપૂજા અને બાહ્ય ધાર્મિક પ્રક્રિયાઓને નથી માનતો અને ધર્મતત્ત્વ પર આધારિત સાધના પર ભાર આપે છે. આ પંથ અને સ્થાનકવાસી શ્વેતાંબર પંથમાં ઘણી સમાનતા જોવા મળે છે. જોકે બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. આ પંથનો પ્રભાવ મધ્યપ્રદેશના કેટલાક પ્રદેશો સુધી જ મર્યાદિત રહ્યો છે જ્યાં એના અનુયાયીઓ આજે પણ જોવા મળે છે. પરંતુ એમની સંખ્યા ખૂબ જ ઓછી છે.
કાનજીસ્વામી પંથ : ૨૦મી શતાબ્દીમાં દિગંબર પરંપરામાં કાનજીસ્વામીનો
Jain Education International
58
For Personal & Private Use Only
www.jainelibrary.org