________________
સંપ્રદાયની પરંપરા
એકતા (Unity in Diversity) છે, કારણ કે મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ મતભેદ નથી. આપણાં ક્રિયાકાંડ, પૂજન-અર્ચનની પ્રક્રિયા, મુનિસંહિતામાં થોડો ભેદ છે. વસ્તુત: સંસારના બધા ધર્મોમાં આવું થયું છે. સંસારના બધા ધર્મોમાં વિભાજન થયાં છે પરંતુ સદ્ભાગ્યે દિગંબર-શ્વેતાંબરોમાં અંતરની એવી દીવાલો નથી ઊભી થઈ ગઈ જેવી અન્ય ધર્મોમાં થઈ છે. ત્યાં ધર્મયુદ્ધોમાં લોહીની નદીઓ સુધ્ધાં વહી છે.
જૈન સમાજે બધા વર્ગો અને સંપ્રદાયોનો આદર કરીને એની સંકીર્ણ માનસિકતામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. શાંતિમય સહઅસ્તિત્વ અને ઉદાર સહિષ્ણુતાથી આપણે વધતી જતી અસમાનતાને રોકી શકીએ છીએ. આપણા પંથ ભલે અલગ-અલગ હોય, પરંતુ તાત્ત્વિક ધર્મ તો એક છે. આ માન્યતાને સમગ્ર જૈન જનજીવનમાં આત્મસાત્ કરવાની આજના યુગની જૈન સમાજની પ્રાથમિકતાઓમાં સર્વોપરિ જરૂરિયાત છે. ત્યારે જ આપણે એક સૂત્રમાં બંધાઈને, સાચા અર્થમાં એક થઈને વિશ્વમાં અહિંસાનો ધ્વજ ફરકાવવામાં સમર્થ અને સફળ થઈશું.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી આશરે ૧૦૦ વર્ષ પછી જૈન ધર્મ દિગંબર અને શ્વેતાંબર – એમ બે પરંપરાઓમાં વહેંચાઈ ગયો ત્યાર પછી બંને પરંપરાઓમાં પણ અલગ પંથ ફૂટી નીકળ્યા. આનું કારણ છે તત્કાલીન સંતો અને મુનિઓ. એમણે પોતાની અલગ વિચારધારા પ્રમાણે ધર્મગ્રંથોનું વિશ્લેષણ કરીને પોતાના પંથની ઓળખ અને અસ્તિત્વ સ્થાપિત કરવાની કોશિશ કરી. દિગંબર પંથઃ
દિગંબર પરંપરામાં વિભાજન (૧) બીસપંથી, (૨) તેરાપંથી, (૩). તરણપંથી, અને આધુનિક યુગમાં (૪) કાનજીસ્વામી પંથના રૂપમાં થયું છે.
દિગંબર વીસપંથ દિગંબર બીસપંથી ભટ્ટારકોને ધર્મગુરુ માને છે. પોતાનાં મંદિરોમાં તીર્થકરો સિવાય તેઓ ક્ષેત્રપાલ, પદ્માવતી અને અન્ય દેવતાઓની
57
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org