________________
જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ
પૃથ્વી, પ્રકૃતિ, પ્રાણી અને પુરુષ :
અનંત અને વિસ્તૃત બ્રહ્માંડમાં આપણી પૃથ્વી એક રત્નમણિ જેવી છે. માત્ર આ એક જ એવો ગ્રહ છે જેના પર આકર્ષક વિવિધતાવાળા પ્રાણી-જગત, ફળદ્રુપ જમીન, સંપન્ન ભૂગર્ભ, ઘેઘૂર જંગલો, સરોવરો, નદીઓ, સમુદ્રો અને ખુલ્લા આકાશ જેવું જીવંત વાતાવરણ છે. એટલે અહીં જીવન ઊછર્યું છે, સભ્યતા બની છે અને મનુષ્ય પોતાની સૂઝબૂઝ અને સાહસથી પોતાના જીવનસ્તરને વૈજ્ઞાનિક પ્રગતિના માધ્યમથી અતિ આધુનિક, આરામદાયક અને સુવિધાપ્રદ બનાવી દીધું છે. - સૂર્ય, ચંદ્ર અને તારા અને પૃથ્વીના જલાવરણ, ભૂ-આવરણ અને જીવઆવરણ સાથે પૃથ્વીનો અંતરંગ સંબંધ છે. ઇકૉલોજી (પર્યાવરણવિજ્ઞાન), જીવજગત અને એની આસપાસની આ સૃષ્ટિ વચ્ચે પારસ્પરિક સંબંધની સંસ્કૃતિ છે. સહયોગી પારસ્પરિક નિર્ભરતા, શાંતિમય સહઅસ્તિત્વ અને અભુત નૈસર્ગિક સમતોલન પર તેની આધારશિલા છે. આને જૈન શાસ્ત્રના તત્ત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રહો જીવાનામુની સંજ્ઞા આપવામાં આવી છે. ભગવાન મહાવીરે કહ્યું છે, “સર્વ સર્વેમાં સત્ત્વમ્' અર્થાત્ સંસારમાં રહેલી સમસ્ત જીવિત અને નિર્જીવ વસ્તુઓ એકબીજી સાથે સંતુલિત ચક્રમાં જોડાયેલી છે.
ખૂબ જ માર્મિક શબ્દોમાં આચાર્ય મહાપ્રજ્ઞજીએ લખ્યું છે :
“પશુ-પક્ષી, કીડી-મકોડા વગેરે તથા પૃથ્વી, પાણી, અગ્નિ, હવા તથા વનસ્પતિના સ્થાવર જીવોની સાથે એકતા સાધવી એ અહિંસાની જ ઉપાસના છે. વિશ્વમાં જે કંઈ છે અને એ જ રીતે રહેવા દેવું, એની સાથે છેડછાડ ન કરવી તે અહિંસા છે. વિશ્વની સંરચના પરસ્પર એવી રીતે તાણાવાણાથી વણાયેલી છે કે એક તારને અડવાથી આખું બ્રહ્માંડ ઝણઝણી ઊઠે છે. સંસારમાં જોવા મળતી સમસ્ત જીવિત તથા નિર્જીવ વસ્તુઓ પરસ્પર એ રીતે જોડાયેલી છે, જેવી રીતે માળાનાં મોતી.”
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાંની સ્વતંત્ર સત્તા છે. તેઓ હશે, રહેશે, બચશે તો મનુષ્ય જીવી શકશે. આ માત્ર મનુષ્યના ઉપયોગ અથવા દુરુપયોગને માટેનું એના હાથમાંનું રમકડું અથવા સાધન માત્ર નથી જેનું તે
114
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org