________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
સમાજમાં ‘વેગન'ની સંખ્યા વધી રહી છે. શાકાહારના પ્રબળ સમર્થક મેનકા ગાંધી પણ “વેગન' શાકાહારના પક્ષમાં છે અને એમણે ત્યાં સુધી કહ્યું છે દૂધ પીવું પશુના લોહી પીવા સમાન છે. “વેગન’ પક્ષની માન્યતા છે કે દૂધ તથા દૂધના પદાર્થનું સેવન નહીં કરવાથી કૉલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને હૃદયરોગ કાબૂમાં આવી જાય છે.
વેગન પક્ષનું કહેવું છે કે ગાય અથવા ભેંસનું દૂધ એનાં વાછરડાંઓ માટે હોય છે. કોઈ પણ પ્રાણી અન્ય કોઈ પ્રાણીનું દૂધ ક્યારેય નથી પીતા અને વળી આજકાલ તો વધુ આધુનિક ડેરીઓમાં ગાયોનું દૂધ મશીન દ્વારા દોહવામાં આવે છે અને એમાં પશુને બહુ વેદના થાય છે. એને કૃત્રિમ રીતે ગાભણી કરવામાં આવે છે જેથી વધુ દૂધ મેળવી શકાય. સામાન્ય રીતે એક ગાયનું સરેરાશ જીવન ૧૫ વર્ષ છે, પરંતુ ૪-૫ વર્ષ પછી એની દૂધ ઉત્પાદન-ક્ષમતા ઘણી ક્ષીણ થઈ જાય છે અને ત્યારે એને તરત કતલખાને મોકલવામાં આવે છે.
વેગન લોકોનો એ પણ મત છે કે સ્વાથ્યને માટે દૂધ અને એનાથી બનેલા પદાર્થો જરૂરી નથી. બલ્ક દૂધ પીવાથી કૉલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
શ્રી પ્રવીણ શાહ, જે નોર્થ કેરોલીના, અમેરિકામાં જૈન સ્ટડી સેન્ટરનું સંચાલન કરી રહ્યા છે, ૧૯૯પથી પાકા વેગન બની ગયા છે. ઈ. સ. ૨૦૦૦માં શિકાગોમાં તેમની સાથે મારી મુલાકાત થઈ ત્યારે એમણે જણાવ્યું કે વેગન બન્યા તે પૂર્વે એમનું કૉલેસ્ટ્રોલ ૨૦૫ હતું જે બે વર્ષ પછી ૧૯૯૭માં ઘટીને ૧૭૦ થઈ
ગયું.
સ્વાસ્થ પક્ષઃ પાશ્ચાત્ય દેશોમાં કરવામાં આવેલાં સંશોધનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે માંસાહારનો શારીરિક અને માનસિક સ્વાથ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. માંસાહારી વ્યક્તિઓને કેન્સર, હૃદયરોગ, અકાળે વૃદ્ધત્વ આવવું, અને ન્યૂરોલૉજિકલ તકલીફ સંબંધી ગંભીર બીમારીઓ વધુ માત્રામાં થાય છે. માંસાહારીઓમાં ખાસ કરીને પેટનું કેન્સર મોટા પ્રમાણમાં જોવા મળે છે.
માંસમાં કૉલેસ્ટ્રોલની માત્રા વિશેષ છે જે નીચે દર્શાવેલી સૂચિમાં સ્પષ્ટ જોવા મળે છે.
142
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org