________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
આ પદનું ઉચ્ચારણ કરતા મનમાં સત્ય-પરાયણતા, ચરિત્ર-નિર્માણ, સંયમ, સહિષ્ણુતા, કરુણા, ક્ષમા, ધૈર્ય, દયા વગેરેના ભાવ જાગ્રત થાય છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે નમોકાર મંત્રમાં જૈન ધર્મને અલગ પંથના રૂપમાં નથી જોવામાં આવ્યો. તેથી જૈન ધર્મનો કે જૈન આચાર્યો, ઉપાધ્યાયો અથવા સાધુઓનો વિશિષ્ટ ઉલ્લેખ નથી. એ દર્શાવે છે કે પ્રારંભથી જ તીર્થકરોએ જૈન ધર્મને માનવધર્મના રૂપમાં જ જોયો અને સમગ્ર માનવજાતિ અને સમાજના હિતવર્ધક કલ્યાણ અને આત્મિક સુખ એમના ઉદ્દેશ રહ્યા.
નિશ્ચયાત્મક દૃષ્ટિએ કહેવું કદાચ સરળ નથી કે ભગવાન મહાવીરના જીવનકાળમાં પંચમાંગલિક નવકાર મંત્ર પ્રચલિત હતો કે નહીં, પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રથી જણાય છે કે દીક્ષા લેતી વખતે મહાવીરે સિદ્ધોને નમસ્કાર કર્યા હતા અને ઉત્તરાધ્યયનના વીસમા અધ્યયનના પ્રારંભમાં સિદ્ધ અને સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ જ રીતે મહાનિશીથ સૂત્ર અનુસાર નવકાર મંત્ર સામાયિક સૂત્ર જેટલો જૂનો છે. કારણ કે સામાયિક પ્રારંભ કરતાં પહેલાં પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે. જો ગૌતમ ગણધરને “સામાયિક'ના સર્જનહાર માનવામાં આવે તો તેઓ નવકાર મંત્રના વિધિવત્ પ્રયોગના પણ પ્રારંભ કરનાર ગણી શકાય. ઉલ્લેખનીય છે કે ખારવેલનો શિલાલેખ જે ઈ. સ. પૂર્વે ૧૫રનો છે, તેમાં “નમો અરિહંતાણં, નમો સવ્ય સિદ્ધાણં'નું વર્ણન મળે છે.
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ પોતાના પુસ્તક “એસો પંચ નમુક્કારો'માં લખે છે :
“નમસ્કાર મહામંત્રમાં ચમત્કાર અને આત્મશોધન બંને પ્રકારનાં શક્તિબીજ સમાયેલાં છે. આત્મશોધનની દૃષ્ટિથી આનો જપ કરવામાં આવે છે ત્યારે એની સાથે બીજાક્ષરો જોડવામાં આવતા નથી. સિદ્ધિની દૃષ્ટિએ જપ કરવામાં આવે છે ત્યારે બીજાક્ષરો જોડવામાં આવે છે. બીજાક્ષર રહિત નમસ્કાર મહામંત્રના આધારે બીજા મંત્રો નીચે પ્રમાણે બને છે.”
૩૫ અક્ષરનો આખો નવકાર મંત્ર ૭ અક્ષર મંત્ર - નમો અરિહંતાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં ૫ અક્ષર મંત્ર - નમો સિદ્ધાણં ૯ અક્ષર મંત્ર - નમો લોએ સવ્વસાહૂણં
178
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org