________________
મહાવીર વાણીની પ્રાસંગિકતા
રહ્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ૩૦ વર્ષ એમણે પગપાળા ભ્રમણ કરીને પોતાની અહિંસા યાત્રા દ્વારા જનમાનસ સુધી મૈત્રી, જીવદયા, માધ્યસ્થ, સંયમ, પર્યાવરણ, પ્રેમ અને વિનયનો સંદેશો ફેલાવતા રહ્યા. આ અભિયાનમાં એમની અપૂર્વ દિશા દૃષ્ટિ, નૈતિક ઊર્જા, નિષ્ઠા, સૂઝબૂઝ, અનાસક્તિ અને સંગઠનશક્તિ પ્રગટ થતાં રહ્યાં. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં બધે જનતાની ભાષામાં બોલ્યા. એમને નાતજાતનું અંતર સ્વીકાર્ય નહોતું. નારીઉત્થાન માટે એમણે અનોખી ભૂમિકા નિભાવી. સંત વિનોબા ભાવેએ લખ્યું છે કે મહાવીર એવા પ્રથમ ધર્માચાર્ય બન્યા કે જેમણે સમાજની રૂઢિઓનો ભંગ કરીને નારીને આદર અને સન્માનનું સ્થાન આપ્યું. એમના સંઘમાં ૩૬૦૦૦ વિદુષી, પ્રતિભાસંપન્ન સાધ્વીઓ હતી. મહાવીરે કર્મકાંડ, અંધવિશ્વાસ ભરેલી ધાર્મિક કુરીતિઓ અને ધર્મમાં ઘૂસીને બેઠેલી હિંસક પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં સશક્ત અને હૃદયગ્રાહી અવાજ બુલંદ કર્યો.
મહાવીરે સમ્યવિચાર અને આચારને જ માનવની ગુણવત્તાનો માપદંડ માન્યો. માત્ર કોઈ વિશિષ્ટ વર્ગમાં જન્મ લેવાથી કે સાધુ સમાજમાં સામેલ થઈ જવાથી માનવને કોઈ ઉપલબ્ધિ હાંસલ નથી થઈ શકતી. માથું મૂંડાવવાથી મંત્રોચ્ચારણ કરવાથી, સંતનાં વસ્ત્ર પહે૨વાથી મુક્તિ નથી મળી જતી. મુક્તિનો રસ્તો છે સમ્યજ્ઞાન, દર્શન અને આચરણથી સંયમિત જીવન અને મૈત્રીભાવની દૃષ્ટિ.
મહાવીર કહેતા હતા ‘અપ્પા દીવો ભવ' તું જાતે પોતાનો દીપક બન, પોતાના આત્માને ઢંઢોળ, એની અંદર એકત્રિત થયેલા પ્રદૂષણને દૂર કર અને કર્મવી૨ અને ધર્મવીર બંને સાથે બનીને બીજાને પણ રસ્તો બતાવ. આચાર્યશ્રી રજનીશ કહ્યા કરતા હતા કે આત્માની શુદ્ધ પરિણતિ અહિંસા છે અને અશુદ્ધ પરિણતિ હિંસા છે. જ્ઞાન તથા દૃષ્ટિકોણ સકારાત્મક હોય, હૃદયપરિવર્તન ખુલ્લા મનનું હોય તો આચાર પણ નૈતિક થઈ જાય છે. જૈનદર્શનની મુખ્ય ધા૨ણા છે કે અહિંસાનો વ્યવહાર માત્ર બીજા પ્રત્યે કૃપા, દયા અથવા દાનશીલતાનો ગુણ દર્શાવવાનો નથી, પરંતુ એનાથી ક્યાંય વધુ સ્વયંની આત્મશુદ્ધિ અને કલ્યાણને માટે છે, અહિંસાનું મુખ્ય તત્ત્વ છે પોતાની જાત પર નિયંત્રણ, સંયમસાધના, સ્વૈચ્છિક ત્યાગ અને બીજાની ભલાઈ અને સુખવર્ધન. ગાંધીજીનું પ્રિય ભજન
Jain Education International
227
For Personal & Private Use Only
www.jainelibrary.org