________________
તારક તીર્થકરો
“જો દુ:ખોથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, પૂર્વોક્ત પ્રકારથી જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પ્રથમ ત્રણ ગાથાઓ અનુસાર વારંવાર સિદ્ધોને, જિનવર વૃષભોને તથા શ્રમણોને પ્રણામ કરીને શ્રમણ્યને અંગીકાર કરો.” (પ્રવચનસાર : ગાથા ૨૦) - દરેક તીર્થકરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ દેશભરમાં વર્ષો સુધી અગણિત કષ્ટ અને મુશ્કેલીઓ સહીને પગપાળા ભ્રમણ કર્યું અને પ્રવચનોમાં દરરોજ ત્યાગમયી જીવનશૈલીથી પ્રેમ, કરુણા, ત્યાગ, સહિષ્ણુતા, આત્મનિયંત્રણ અને અહિંસાનો પ્રચાર કર્યો અને સમાજમાં પ્રચલિત મિથ્યાત્વપૂર્ણ વિકૃતિઓનું નિરસન
જૈન ધર્માવલંબીઓ તીર્થકરોના જીવનની પાંચ મુખ્ય ઘટનાઓને માનવકલ્યાણનો સ્ત્રોત માનીને એમના અવન-કલ્યાણક, જન્મ-કલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવળજ્ઞાન-કલ્યાણક તથા નિર્વાણ-કલ્યાણકને ઊંડી શ્રદ્ધાથી મનાવે છે. શાસ્ત્રોમાં પણ આ કલ્યાણકોનું વિસ્તૃત અને રોચક વિવરણ મળે છે. હાલમાં જ ભગવાન મહાવીરના ૨૬00મા જન્મ-કલ્યાણકને સમગ્ર વિશ્વમાં ખૂબ આદર આપવામાં આવ્યો.
એવી માન્યતા છે કે દરેક તીર્થકરોની માતાને ગર્ભ રહે ત્યારે ૧૯ સ્વપ્ન (દિગંબર પરંપરા) અથવા ૧૪ સ્વપ્ન (શ્વેતાંબર પરંપરા) આવે છે. “કલ્પસૂત્ર' અનુસાર ઋષભદેવની માતાએ પહેલા સ્વપ્નમાં ઋષભ જોયો. મહાવીર તથા બાકી ૨૨ તીર્થકરોની માતાઓએ પહેલા સ્વપ્નમાં હાથી જોયો. આ સ્વપ્નો એક મહાન આત્માના શુભાગમનનું પ્રતીક માનવામાં આવે છે. સ્વપ્નોના ક્રમ આ પ્રમાણે છે: (૧) સફેદ હાથી (૨) સફેદ વૃષભ (૩) સફેદ સિંહ (૪) કમળના સિંહાસન પર બિરાજેલાં લક્ષ્મી (૫) બે સુગંધિત માળા (૯) પૂનમનો ચંદ્ર (૭) સૂર્ય (૮) બે સુવર્ણ કળશ (૯) બે માછલીઓ (દિગંબર પરંપરા), ધ્વજ (શ્વેતાંબર પરંપરા) (૧૦) પદ્મ સરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર (૧૨) રત્નજડિત સિંહાસન (ફક્ત દિગંબર પરંપરા) (૧૩) દેવ વિમાન (૧૪) ફણા ફેલાવેલો સાપ (માત્ર દિગંબર પરંપરા) (૧૫) રત્નરાશિનો ઢગ (૧૭) નિધૂમ અગ્નિ.
17
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org