________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
વધુ થઈ ગઈ છે; બીજી બાજુ પશુ-પક્ષી ઓછાં થતાં જાય છે. કહેવાય છે કે માછલીની ૮૫ જાતિ તથા સાપની ૨૧ જાતિઓનો લગભગ નાશ થઈ ચૂક્યો છે. માંસાહારે તો પશુ-ખેતરોને તાજાં કર્યા છે જ્યાં પશુ માંસ માટે જ પેદા કરવામાં આવે છે. વિડંબના એ છે કે એક એકર જમીન ઉપર લગભગ ૧૦૦૦૦ કિલોથી વધુ બટાકા પેદા કરી શકાય છે. પરંતુ એટલી જ જમીન પર પાળવામાં આવતાં જાનવરોનું માંસ માત્ર ૯ કિલો જેટલું હોય છે. એ જ રીતે અડધો કિલો માંસ બનાવવા માટે ચોખાની સરખામણીએ ૧૦ ગણું પાણી જોઈએ છે. આ રીતે માંસાહાર પ્રાકૃતિક સંસાધનોના દુરુપયોગને પ્રોત્સાહિત કરે છે, એની ક્ષમતાનો વિનાશ કરે છે અને એનું ભયંકર શોષણ કરે છે.
તાત્પર્ય એ છે કે જે જીવજગતના દિવ્ય તાણાવાણા છે એને ઊંડો ઘા લાગ્યો છે અને પરસ્પરની નિર્ભયતાને આઘાત પહોંચાડી મનુષ્ય પર્યાવરણ સાથે મજાક કરી છે જે આવનારી માનવપેઢીને સંકટમાં મૂકશે અને પૃથ્વી પર અશાંતિ ફેલાવી દેશે.
જૈન ધર્મ અનુસાર પર્યાવરણના સંતુલન અને વિભિન્ન જીવોના સહઅસ્તિત્વમાં કૃત્રિમ અને હિંસક વિનાશકારી દખલ પ્રાકૃતિક તાણાવાણાને વિખેરી દે છે. નૈતિક દૃષ્ટિએ આ મનુષ્ય દ્વારા પ્રકૃતિની સાથે ચોરી અને લૂંટફાટ જેવો વર્તાવ છે. માનવીની હિંસક ડખલગીરી પૃથ્વી અને એના પ્રાકૃતિક સ્રોતોની સુસંબંધ સ્વાયત્તતાનો નાશ કરનારી છે. તેથી આધુનિક યુગમાં અહિંસાના મસીહા મહાત્મા ગાંધી કહેતા હતા કે –
પૃથ્વી પાસેથી માત્ર જરૂરિયાત પૂરતું જ લો, લાલચમાં આવીને એનું All431 + $21. (live by need and not by greed).”
પર્યાવરણીય દૃષ્ટિકોણ એ છે કે મનુષ્ય અન્ય સ્ત્રોતો અને જીવતત્ત્વોની પાસેથી ઉદારતા અને દરિયાદિલી શીખે. દાખલા તરીકે નદી ક્યારેય પોતાનું પાણી નથી પીતી, ગાય ક્યારેય પોતાનું દૂધ નથી પીતી, વૃક્ષ ક્યારેય પોતાનું ફળ નથી ખાતાં. તેઓ હંમેશાં બીજાની સુધા શાંત કરે છે. શાકાહારનો રસ્તો અપનાવીને મનુષ્ય એ દિશામાં મહત્ત્વપૂર્ણ અને ખૂબ સકારાત્મક વૃત્તિને ગતિશીલ બનાવી શકે છે. જો આમ થાય તો સૃષ્ટિ પર જીવનનું વૈવિધ્ય વિકસશે અને તે સાથે વધતી માનવવસ્તીની જરૂરિયાતો સંતોષી શકાશે.
140
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org