________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
આધુનિક યુગમાં જૈન ધર્મના વૈશ્વિકીકરણનો સર્વપ્રથમ ધ્વજ ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીએ ફરકાવ્યો. તેઓ જૈન સિદ્ધાંતોને જૈનેતર સમાજમાં માનવીય સિદ્ધાંતોના રૂપમાં પ્રચારિત અને પ્રસારિત કરવા માટે અગ્રણી રહ્યા છે. જૈન ધર્મને માટે વિશ્વમંચની પ્રેરક ભૂમિકા તૈયાર કરી દીધી છે. અમેરિકામાં કેટલાંય મુખ્ય શહેરોમાં એમના દ્વારા પ્રેરિત જૈન સાધના કેન્દ્રોમાં હજારો અમેરિકનોએ યોગાભ્યાસ અને મૌનસાધના શીખી છે એટલું જ નહીં, પરંતુ શાકાહારી પણ બની ગયા છે અને અપરિગ્રહનો અર્થ સમજીને ક્રમશઃ જીવનમાં સાદગી, માનસિક સંતુલન અને આત્મશાંતિ કેળવવામાં સફળ થયા છે. મારા પુસ્તક ‘Wave of bliss’માં કેટલાંય અમેરિકન પુરુષો અને મહિલાઓ (જેમણે ભારતીય નામ પણ રાખી લીધાં છે) દ્વારા ગુરુદેવ ચિત્રભાનુને લખેલા પત્રોનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું છે. કેટલાક નમૂના આ સંદર્ભમાં અહીં આપવા ઉચિત ગણાશે.
સુશ્રી ચેરિલ ભગવતી લખે છે : “જૈન દર્શને મારી આધ્યાત્મિક વિકાસની તરસ બુઝાવી છે. યોગ, ધ્યાન, વ્રત અને સંયમે મને ‘આધ્યાત્મિક સમૃદ્ધિ’નો અહેસાસ કરાવ્યો છે. મને લાગે છે મારા આત્માની ઊર્જા જીવંત બની છે અને મારો આત્મા જાગ્રત બની ગયો છે.”
શ્રી સ્ટીવન લખે છે : “જાગો ! જાગો ! પોતાના અહંકારને હટાવો અને એ જૈન સહૃદયતાને લાવો જેમાં અભિમાન, શોષણ, નિંદા, પ્રતિકારને માટે જગ્યા નથી કારણ કે જૈનત્વમાં સમાયેલી છે સહિષ્ણુતા, કરુણા અને દયાની મહાશક્તિ.”
અમેરિકાના શ્રી કોસ્ટેન (બાલભદ્ર) લખે છે : “પાશ્ચાત્ય સંસારમાં ભૌતિક પ્રગતિ અને મનોરંજનનાં સાધનોની ભરમાર છે. તમામ ભૌતિક ઇચ્છાઓ પૂરી કરવાનાં સાધનો મોજૂદ છે. છતાં પણ લોકો માનસિક શાંતિ, સહિષ્ણુતા અને સુમેળભર્યા વાતાવરણને માટે તરસે છે. પશ્ચિમની દરેક વ્યક્તિને માટે સરેરાશ દૈનિક જીવન તનાવોથી ભરેલું છે. આખું જીવન ક્ષણભંગુર લાગે છે. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મ દ્વારા મને જીવનનું મૂળ રહસ્ય અને હેતુ જાણવા મળ્યાં છે.”
Jain Education International
214
For Personal & Private Use Only
www.jainelibrary.org