________________
શ્રમણ પરંપરા
શુભચંદ્રાચાર્ય, આચાર્ય વાદિરાજ, પદ્મનન્દિ, બ્રહ્મદેવસૂરિ, નરેન્દ્રસેન, જયસેન, વસુનન્તિ, ગોવિંદાચાર્ય, ઇનન્દિ, સકલકીર્તિ અને સોમદેવ મુખ્ય છે. ૧૬થી ૨૦મી શતાબ્દી સુધીમાં પ્રસિદ્ધ દિગંબર જૈનાચાર્ય આચાર્ય સિંહનન્દિ, ક્ષેમચંદ્રાચાર્ય, મહીચન્દ્ર, શાંતિસાગરજી, વીરસાગરજી, શિવસાગરજી, ધર્મસાગરજી, અજિતસાગરજી, આદિસાગરજી, મહાવીરકીર્તિજી, જ્ઞાનસાગરજી, સમંતભદ્રજી, શ્રેયાંસસાગરજી વગેરે થઈ ગયા.
શ્વેતાંબર પરંપરામાં આચાર્ય ભદ્રબાહુના શિષ્ય આચાર્ય સ્થૂલિભદ્ર હતા. એમને આચાર્ય ભદ્રબાહુ સ્વામી પાસેથી દ્વાદશાંગીનું જ્ઞાન મળ્યું. આ ક્રમમાં અંતિમ પૂર્વધ૨ આચાર્ય વજસ્વામી છે. આચાર્ય દેવર્કિંગણિ ક્ષમાશ્રમણે આગમવાચના કરી. એમની વાચના વલ્લભી નગરના સંમેલનમાં વીર નિર્વાણ ૯૮૦(અર્થાત્ વિક્રમની પ્રથમ શતાબ્દી)માં થઈ. ત્યાર પછી સિદ્ધસેન દિવાકરે (વીર નિર્વાણ ૧૧મી શતાબ્દી) કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. આચાર્ય હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી અને આચાર્ય હેમચંદ્રે સાડા ત્રણ કરોડથી વધુ શ્લોક રચ્યા અને ૩૫૮ સૂત્રવાળું પ્રસિદ્ધ વ્યાકરણ ‘સિદ્ધહેમ’ રચ્યું.
બંને પરંપરાઓમાં આચાર્ય ઉમાસ્વાતિ માન્ય છે અને એમના દ્વારા રચિત ‘તત્ત્વાર્થસૂત્ર' પ્રથમ શતાબ્દીથી ત્રીજી શતાબ્દી વચ્ચેનું માનવામાં આવે છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ જૈનદર્શનમાન્ય તત્ત્વો તથા પદાર્થોને સૂત્ર શૈલીમાં રજૂ કરતો પ્રથમ સંસ્કૃત ગ્રંથ છે. એના દસ અધ્યાયોમાં જીવ વગેરે તત્ત્વોના માધ્યમથી જ્ઞાનના પ્રકારો, જીવનું સ્વરૂપ, નરક તથા નારકીઓ, સ્વર્ગ તથા દેવોની રચનાનું વર્ણન, શ્રાવકાચાર પદ્ધતિ તથા વિધિનું વર્ણન તથા અંતમાં કેવળજ્ઞાનના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રાચીન અને આધુનિક કાળમાં ‘તત્ત્વાર્થસૂત્ર' ઉપર કેટલાય ભાષ્યો અને ટીકાગ્રંથો લખવામાં આવ્યાં છે. ‘તત્ત્વાર્થધિગમ ભાષ્ય' અને ‘શ્રાવકધર્મ વિજ્ઞપ્તિ ગ્રંથ' પણ આચાર્ય ઉમાસ્વાતિજીએ લખ્યાં છે.
ચોથી શતાબ્દીના પૂજ્યપાદ આચાર્ય દેવનંદિએ તત્ત્વાર્થસૂત્ર ૫૨ ‘સર્વાર્થસિદ્ધિ’ નામની વિખ્યાત ટીકા લખી છે. આને દિગંબર જૈનો પ્રથમ ટીકા
Jain Education International
49
For Personal & Private Use Only
www.jainelibrary.org