________________
અહિંસાનું પલ્લું કઈ રીતે ભારે બને?
નારો બુલંદ કર્યો. નમક સત્યાગ્રહ, વિદેશી કપડાંઓનો ત્યાગ, અસ્પૃશ્યતાના વિરોધમાં આંદોલન, ખાદીનો પ્રચાર-પ્રસાર – આ બધાં જનતાની આર્થિક હાલત સુધારવાનાં પ્રતીક હતાં. ગાંધીજીનું આંદોલન માત્ર વિરોધાત્મક ન રહ્યું પરંતુ હંમેશા સકારાત્મક રહ્યું.
એ જ દૃષ્ટિકોણ બદલાયેલી પરિસ્થિતિમાં મહાપ્રજ્ઞજીના “અહિંસા યાત્રા અભિયાનમાં જોવા મળે છે. દેશની ૫૪ પ્રતિશત જનસંખ્યા ૨૫ વર્ષથી ઓછા આયુષ્યની છે. એ રીતે આજનું ભારત એક યુવા ભારત છે. યુવા ભારતે ભવિષ્યના પાયાને મજબૂત કરવાનો છે. મહાપ્રજ્ઞજી અહિંસા અને નૈતિક વિકાસની ભાવનાના કાર્યક્રમોને એ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે જેમ મહાત્મા ગાંધીજીએ પોતાના સમયમાં કર્યું હતું. મહાપ્રજ્ઞજી દેશનું ધ્યાન માત્ર સંસ્કારવર્ધન પર જ નહીં પરંતુ સંસ્કારવર્ધનની સાથે જનસાધારણના સર્વાગી વિકાસ પર કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યાં સુધી આજીવિકાની સમ્યક અને યોગ્ય વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી પછાત અને અભાવગ્રસ્ત વર્ગનું શોષણ ચાલ્યા કરશે, હિંસા અને અરાજકતા ઘટશે નહીં પરંતુ વધતી જશે.
મહાપ્રજ્ઞજીનો દૃષ્ટિકોણ વ્યાપક અને વિશાળ છે. જેને તેઓ વિસ્તૃત વિસ્તારમાં કાર્યાન્વિત કરવા તરફ લઈ જઈ રહ્યા છે. એના અભિયાનના મૂળમાં છે - “આધ્યાત્મિકતા, વિકાસ, વિજ્ઞાન અને પર્યાવરણ વચ્ચે સમતોલિત સુમેળ વધારવા અને વધતા ભૌતિકવાદી વાતાવરણમાં સહનશીલતા, સંયમ તથા ગુણતત્ત્વોને જનમાનસમાં પોષિત કરવા. માળવાની ધરતીનું સૌભાગ્ય છે કે એમની આ મહાન અહિંસા યાત્રા દરમિયાન તેઓ અહીં આપણને બધાને નવો રસ્તો બતાવવા આવ્યા છે. અહિંસા યાત્રા સમાજમાં અહિંસાનું પલ્લું ભારે કરવાની દિશામાં આશાનો સંચાર કરી રહી છે.”
~
225
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org