________________
અનેકાંત સંસ્કૃતિ
“અનેકાંત સિદ્ધાંત વિરોધપક્ષના વિચારો પ્રત્યે આપણું ધ્યાન આકર્ષિત કરે છે. જ્યાં સુધી વિરોધપક્ષ નહીં હોય ત્યાં સુધી એક સ્થાપિત વિચારના વિષયમાં બીજા વિચારને સ્થાન નહીં મળે. એક રીતે અનેકાંત સિદ્ધાંત વિકાસની સંભાવનાઓનો માર્ગ પણ છે.”
ડૉ. શર્માના ઉપરોક્ત કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે અનેકાંતવાદને જીવનના દરેક ક્ષેત્રમાં અપનાવવાની જરૂર છે. અલગ અલગ રાજનૈતિક પ્રણાલીવાળા દેશો વચ્ચે સારા સંબંધ ટકાવી રાખવામાં પણ આ સિદ્ધાંત ઉપયોગી બને છે. વાસ્તવમાં જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય કે ગતિવિધિ હોય, અનેકાંતવાદ સુમેળ સ્થાપિત કરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. અનેકાંતમાં વિશ્વાસ થવાથી ‘વિવિધતામાં એકતા' (Unity in diversity) સ્થાપિત કરી શકાય છે. અનેકાંત અને વિદેશનીતિ :
અનેકાંતવાદે ભારતીય સંસ્કૃતિ ૫૨ પોતાની અમીટ છાપ ઉપસાવી છે. પંડિત જવાહરલાલ નેહરુએ ચીનની સાથે સંબંધ સુધારવા માટે પંચશીલ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા તે શું હતું - અનેકાંતનો બંને દેશો દ્વારા આદર. એ સમજૂતીથી ભલે આજ સુધી સીમા-વિવાદનો ઉકેલ ન આવ્યો હોય પણ સીમા પર ફરીથી યુદ્ધ તો નથી જ થયું. આ અનેકાંત દર્શનની તો ભેટ છે.
ભારતની વિશ્વ શાંતિવર્ધક વિદેશ નીતિમાં નિરંતર ‘શાંતિમય સહઅસ્તિત્વ’ની વાત કહેવામાં આવી છે. ‘શાંતિમય સહઅસ્તિત્વ’ તો આ યુગના આંતરરાષ્ટ્રીય રાજનૈતિક સંબંધોમાં પણ એક મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ તથા સંબંધોની વ્યવસ્થા બની આગળ આવ્યું છે. ‘શાંતિમય સહ અસ્તિત્વ' અનેકાંતવાદનું જ બીજું નામ છે. ‘સહિષ્ણુતા' અને ‘ક્ષમાભાવ’ પણ અનેકાંત દર્શનનાં જ મૂળભૂત ગુણતત્ત્વ છે. ‘ખુલ્લો નિષ્પક્ષ અને ઉદાર દૃષ્ટિકોણ' પણ અનેકાંતવાદનું બીજું રૂપ છે. અનેકાંતવાદ બીજાના દૃષ્ટિકોણને સમ્યક્ રૂપથી સમજવાનો પૂરો પ્રયત્ન કરે છે. આમાં સમતાભાવ ઠાંસી ઠાંસીને ભરેલો છે.
વિભિન્ન ધર્મ, દૃષ્ટિકોણ, જીવનપ્રણાલીમાં પણ ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરીએ તો કંઈ ને કંઈ તો સારું મળશે જ. જ્યારે આપણે દોષોમાં પણ કંઈક સારું
Jain Education International
109
For Personal & Private Use Only
www.jainelibrary.org