________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
હોવાનો અંશ અનેફાંતના પ્રયોગથી જોઈશું ત્યારે મૈત્રી અને સૌહાર્દને શત્રુના હૃદયમાં પણ પ્રગટ કરવા સમર્થ થઈશું – અંગ્રેજીમાં એક કહેવત છે : There is something bad in the best of us; There is something good in the worst of us..
અનેકાંત દર્શન આપણને એ દૃષ્ટિકોણ આપે છે કે આપણે સંસારમાં સાર૫ (ગુણો) શોધીએ અને ઓળખીએ. પૂર્ણ સત્ય ફેલાઈને સંસારમાં સદ્ભાવના અને સૌહાર્દ ફેલાવશે. અનેકાંત સાથે જોડાયેલો મહાવીરનો સંદેશ પણ આ જ હતો :
મિત્તી મેં સળમૂાસુ, વેરંમજ્ઞા જ વેળરૂં ' (અર્થાત્ મારી સંસારનાં બધાં પ્રાણીઓ સાથે મિત્રતા છે, મારે સંસારમાં કોઈ સાથે વેર નથી.) અનેકાંત એક સમગ્ર સંસ્કૃતિ :
અનેકાંતવાદ જૈન ધર્મના મુખ્ય આધારસ્તંભોમાંથી એક છે, કારણ કે આ અહિંસા ધર્મનું જ અંતરંગ ગુણતત્ત્વ છે. પરંતુ જૈન ધર્મનો સંદેશ જૈન ધર્માવલંબી માટે જ સીમિત નથી, એ તો પૂરી માનવતાના માટે છે. જૈન ધર્મ એક ફક્ત આધ્યાત્મિક આસ્થા નથી, એ તો નૈતિકતાથી ઓતપ્રોત જીવનશૈલી છે. અનેકાંત અને સ્યાદ્વાદ એવા દૃષ્ટિકોણ છે જેને જીવનના દરેક ક્ષેત્રમાં અપનાવી શકાય છે. તનાવ, મનભેદ, ભેદભાવ દૂર થઈ શકે છે. સંકુચિતતાથી છુટકારો મેળવીને માનવજીવનને વ્યાપક ફલક મળી શકે છે.
વસ્તુત: જૈન ધર્મમાં અનેકાંત કોઈ એક ખૂણામાં દબાઈને બેઠેલો વિચાર માત્ર નથી. આ તો વિચારના દિશાદર્શન માટે એક સમગ્ર સંસ્કૃતિ છે જે અહિંસા અને અપરિગ્રહથી પોષણ પામે છે અને એને પોષણ આપે છે. આવશ્યક એ છે કે જૈન સમાજ આ સિદ્ધાંતની સંપૂર્ણ સંસ્કૃતિને એની સારી અજોડ, જ્ઞાનવર્ધક, કલ્યાણકારી સંભાવનાઓની સાથે વિશ્વ સમાજને જાણ કરાવે. આજના યુગમાં અનેકાંત અને સાદ્વાદની આ સંઘર્ષરત, કોલાહલભર્યા, પ્રદૂષિત, વૈમનસ્યથી વિભાજિત સંસારને જરૂર છે.
આખો સંસાર આજે આતંકવાદના ઉગ્ર રૂપને જોઈને દહેશતમાં છે. ધર્મોમાં
110
10
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org