________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
અને દિગંબર મળીને એકતાના પ્રતીકરૂપે વિશ્વમૈત્રી દિવસ પણ મનાવવા લાગ્યા છે. એકતાના પ્રતીકરૂપે વિદેશોમાં મેં મારાં ભાષણોમાં જૈન સમાજ સન્મુખ વારંવાર ૧૮ દિવસનાં પર્યુષણ મનાવવાનો અનુરોધ કર્યો છે. ક્યાંક ક્યાંક લોકોએ સ્વેચ્છા અને ઉત્સાહથી પોતપોતાની પૂજન-અર્ચન પદ્ધતિથી આનો અમલ પણ કર્યો છે. જો જૈનસમાજ બધાં સ્થળોએ ૧૮ દિવસનાં પર્યુષણ પર્વ મનાવવા લાગે, તો વિવિધતામાં એકતાનું સૂત્ર મજબૂત બનશે કારણ કે બંનેમાં મૂળભૂત અહિંસા ધર્મ અને કર્મવાદ તો એક જ છે.
પર્યુષણનો અર્થ :
‘પર્યુષણ’ શબ્દ ‘પરિ’ ઉપસર્ગપૂર્વક ‘વસ’ ધાતુથી ‘અન’ પ્રત્યય લગાવીને બન્યો છે અને આનો અર્થ છે આત્માની સમીપ રહેવું, આત્મસ્થ થવું, આત્મચિંતન ક૨વું અને નિજસ્વભાવમાં સ્થિર થવું. આત્મશુદ્ધિનું આ પર્વ લોકોત્તર પર્વ છે, લૌકિક પર્વ નથી કારણ કે આમાં કોઈ અન્ય તહેવા૨ની જેમ મોજમજાનો ઉત્સવ નથી હોતો પરંતુ લોકથી દૂર જઈને ત્યાગ, વૈરાગ્ય, તપ, દાન અને અધ્યાત્મ ૫૨ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે.
ઈ. સ. ૧૯૯૯માં અમેરિકન યુવાવર્ગને વૉશિંગ્ટનમાં આપેલા એક ભાષણમાં મેં કહ્યું હતું : “આ એક એવી વાર્ષિક ધાર્મિક શિબિર છે જે પૂર્ણ રીતે આત્મસાધના પ્રત્યે સમર્પિત છે. આ ખુદનું સ્વ-વિજય માટેનું ધાર્મિક અનુષ્ઠાન છે. માયાએ મનુષ્યને અકર્મણ્ય બનાવી દીધો છે. ભૌતિક સુખો હોવા છતાં એનો આત્મા પાંગળો છે. આ પર્વ આપણને મુક્તિનો બોધ અને શક્તિ આપે છે.”
‘Paryushan is a retreat to one's' અર્થાત્ ‘પર્યુષણ પર્વ - આપણે પોતાના અંતરાત્મામાં વિચરણ કરીએ છીએ.’
કોઈ વિદ્વાન ‘પર્યુષણ’નો શાબ્દિક અર્થ પૂજન, આરાધના, સેવા બતાવે છે. એની વ્યુત્પત્તિ સંસ્કૃતની ‘ઉપ્’ ધાતુથી જોડીને એનો અર્થ ‘મારવું’, ‘જલાવવું’ કરે છે. ‘પર્યુષ’ શબ્દનો અર્થ છે પરોઢ. માટે પર્યુષણને આપણે આધ્યાત્મિક પ્રભાત અથવા આધ્યાત્મિક જાગરણની પણ સંજ્ઞા આપી શકીએ છીએ. આ પર્વને પર્યુષમન પણ કહેવામાં આવે છે જેનો અર્થ છે માનસિક વિચારોને પૂર્ણ રીતે શાંત કરવા, સ્વચ્છ, પવિત્ર, સમભાવ પૂર્ણ તથા ધર્મમય બનાવવા. પર્યુષણ પર્વના દિવસોમાં જૈન લોકો ધર્મનું વિશેષ રૂપે આચરણ કરે છે. એના ૫૨ ચિંતન અને
184
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org