________________
મને પ્રસન્નતા છે કે મારા પરમ મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈના હાર્દિક સહયોગથી મારું આ પુસ્તક “જૈન ધર્મ : વારસો અને વૈભવ' ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યું છે. મને આશા છે કે ગુજરાતી સમાજમાં મારા પુસ્તકનું સ્વાગત થશે અને વિશ્વના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જૈનદર્શન સંબંધી મારા વિચારો વાચકોને પ્રાપ્ત થશે.
હાલમાં જ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી દ્વારા નીકળેલી ઐતિહાસિક અહિંસા-યાત્રા દરમિયાન મને જલગાંવ (મહારાષ્ટ્ર) તથા ઇંદોર અને રતલામ (મધ્યપ્રદેશ) તેમજ ઉદયપુર ચાતુર્માસમાં એમનું અતિપ્રેરક સાન્નિધ્ય મળ્યું. હું કૃતજ્ઞ છું કે આ પુસ્તકને માટે એમના આશીર્વચન સાંપડ્યાં છે. તા. ૨૫-૮-૨૦૦૮
- ડૉ. નરેન્દ્ર જૈન
IX
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org