SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ માટે તૈયાર છું.” મુનિવર બોલ્યા, “રાજન, હું આપનો આગ્રહ જોઈને એક ચીજ માગું છું. “જેને તમે લઈને પાછું ન આપી શકો તે ન લો.” કોઈનું જીવન લઈને તે પાછું નથી આપી શકતા તો લોકોને લૂંટવા-મારવાનું બંધ કરી દો, જેને તમે શક્તિસંચય સમજી રહ્યા છો, તે માત્ર તૃષ્ણા છે.” સિકંદરને ત્યાગની શક્તિનો અહેસાસ થયો અને એમાં એમણે જોયો ભારતીય સભ્યતાનો સશક્ત આત્મા. પોતાને વિશ્વવિજેતા માનવાવાળો સિકંદર ભારતને જીતી ન શક્યો અને સ્વદેશ પાછો ફરી ગયો. મનુષ્ય અને ચકલીની વાર્તાઃ એક વાર ગામમાં પૂર આવ્યું. જીવ બચાવવા માટે એક માણસ ઝાડ પર ચઢીને બેસી ગયો. એની પાસેની જ ડાળ પર એક ચકલી બેઠી હતી. નીચે ભયાનક પૂરનો પ્રકોપ હતો. એ માણસ સલામત સ્થાન પર પહોંચીને પણ ડરતો હતો. જો કદાચ આ ડાળ તૂટી જશે તો પૂરમાં તણાઈ જઈશ. ચકલી કલરવ કરી રહી હતી. જો ડાળ તૂટશે તો તે ઊડીને અન્ય કોઈ ઠેકાણું શોધવા માટે પોતાની જાતે સમર્થ હતી. માણસ તે ડાળની શક્તિ પર નિર્ભર હતો. આ ખૂબ ઉચિત ઉદાહરણ છે કે માણસ ઇચ્છાઓના પરિગ્રહની ડાળ પર બેસીને આત્મનિર્ભરતા ખોઈ બેસે છે અને એનું જીવન તનાવગ્રસ્ત બની જાય છે. એક મેક્સિકન લોકકથા : જ્યારે હું મેક્સિકોમાં ભારતનો રાજદૂત હતો, ત્યારે જૈન ધર્મની અપરિગ્રહી સંસ્કૃતિનો સાર મને મેક્સિકોની પ્રાચીન માયાસંસ્કૃતિ સાથે સંબંધિત એક કિસ્સાની લોકકથામાં નજરે પડ્યો. વાર્તા આ પ્રમાણે છેઃ જ્યારે સ્પેનિશ ઉપનિવેશવાદી મેક્સિકો આવ્યા ત્યારે પોતાનું સામ્રાજ્ય સ્થાપીને ત્યાંનાં સોનું અને ચાંદીની ખાણોની અપાર સંપત્તિ લૂંટીને સ્પેન લઈ ગયા. ખાણોના પ્રદેશમાં એક સ્પેનિશ જિલ્લાધિકારીની નવી નિમણૂક થઈ. એને માલુમ પડ્યું કે ગામમાં ૭૦ વર્ષના એક વૃદ્ધ છે અને માત્ર એમને જ બાજુના જંગલમાં સોનાની ખાણોની ખબર છે. એમણે એ વૃદ્ધને ખૂબ અનુરોધ કર્યો કે એ એમને ખાણનો રસ્તો બતાવી દે. વૃદ્ધ પુરુષે ખૂબ દબાણ થવાથી એક શરતે રસ્તો બતાવવાનો સ્વીકાર કર્યો કે ત્યાં જવામાં સ્પેનિશ અધિકારીએ આંખો પર આખા રસ્તે પાટો બાંધવાનો રહેશે. બંને પોતપોતાના ઘોડા પર રવાના થયા. અધિકારી 94 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy