________________
અપરિગ્રહ સંસ્કૃતિ
અને મમત્વનો ભાર અને ઇચ્છાઓ અને માંગણીઓ તથા વધુ નિરાશા મારે નથી જોઈતી, નથી જોઈતી.) મધર ટેરેસાનો પરોપકારી અપરિગ્રહ :
મને યાદ આવે છે કે જ્યારે હું નેપાળમાં ભારતનો રાજદૂત હતો ત્યારે એક વાર “ભારતરત્ન' મધર ટેરેસા કાઠમાંડુ આવ્યાં. હું એમને હવાઈ અડ્ડા પર લેવા ગયો. બધા યાત્રીઓ હવાઈ જહાજમાંથી ઊતરી ગયા. એ બેસી રહ્યાં એ જિદ લઈને કે બધા યાત્રીઓનું એઠું એકઠું કરીને એમને આપવામાં આવે. આખરે એમણે એંઠાંનું પેકેટ લીધું અને ઊતર્યા. હું એમને સીધાં રાજદૂતનિવાસ લઈ જવા ઇચ્છતો હતો, પરંતુ તેઓ બોલ્યાં “પહેલાં ગરીબ વસ્તીમાં જઈને આ વહેંચી દઈએ.” વહેંચતી વખતના સમયની એમના ચહેરા પર ઉલ્લાસની આભા હું ક્યારેય વિસરીશ નહીં. એમણે સામૂહિક અપરિગ્રહની જવાબદારી પાર પાડી. એટલું જ લો જેટલાની તમારે જરૂર છે, વધુ લઈને નકામું ફેંકો નહીં. જેને તમે ફોગટના રૂપમાં ફેંકી રહ્યા છો તે અન્ય માટે જીવનદાયી થઈ શકે છે, જેને પેટ ભરવા રોટી નસીબમાં નથી. આ વાત એમણે પછીથી રાજદૂતનિવાસમાં રખાયેલી જનસભામાં કરી. સ્વનિયંત્રણ અને પરોપકાર તથા સમાજસેવા બંને સાથે સાથે ચાલી શકે છે; જો માનવી સ્વાર્થ અને લોભ-લાલચનો પરિગ્રહ છોડીને બીજાની જરૂરિયાતો અને પડાઓમાં ભાગ પડાવે.
" સિકંદરની વાર્તામાં ત્યાગીની શક્તિ : અપરિગ્રહથી આત્મિક આનંદની અનુભૂતિ થાય છે તથા અપાર શક્તિની ઊર્જા વધે છે. આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે - સિકંદરની એક જૈન મુનિ સાથેની ઘટના. જ્યારે સિકંદર પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે ભારત પહોંચ્યા ત્યારે એમની નજર સિંધુ નદીની પાસે ધ્યાનમાં લીન એક જૈન મુનિ ઉપર પડી. એમણે નિર્ધન સમજીને મુનિને કહ્યું કે જે તમે માંગશો તે તમને હું આપીશ.' મુનિવર બોલ્યા, “બાદશાહ, હું સુખ વહેંચું છું; શાંતિ ફેલાવું છું. મારે કશું નથી જોઈતું.” ક્રોધે ભરાઈને સિકંદરે મુનિને જેલમાં નાખી દીધા. બીજા દિવસે એમને મનમાં થયું કે એમણે બરાબર નથી કર્યું. એમને લાગ્યું કે આ વ્યક્તિ કોઈ અભાવગ્રસ્ત ભિખારી નહોતો. એ જેલમાં ગયા અને મુનિની ક્ષમા માગી અને કહ્યું, “બોલો શું જોઈએ છે ? જે માંગો તે આપવા
93
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org