________________
અપરિગ્રહ સંસ્કૃતિ આગળ અને વૃદ્ધ મેક્સિકન પાછળ. ખાણ પર પહોંચીને સ્પેનિશ અધિકારીની પટ્ટી ખોલતાં સોનાનો ભંડાર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. એણે મોટા થેલામાં ખૂબ સોનું એકઠું કર્યું અને ઘોડા પર બાંધી દીધું. કારણ કે અધિકારીને માત્ર એક વાર લઈ જવા માટે વૃદ્ધ વાયદો કર્યો હતો, બીજી વખત માટે નહીં. અધિકારી ખુશી થતો પાછો ફર્યો અને ગામમાં પાછા આવ્યા પછી એક સભા ભરીને એણે એ વૃદ્ધ મેક્સિકનનું સન્માન કર્યું. સન્માનનો પુરસ્કાર મેળવીને વૃદ્ધ મેક્સિકને ધન્યવાદના બે શબ્દો કહીને પોતાના ખિસ્સામાંથી એક પોટલી કાઢી અને સ્પેનિશ અધિકારીને ભેટ આપી. સ્પેનિશ અધિકારીએ ખોલી તો એમાં મકાઈના દાણા જોયા. વૃદ્ધ મેક્સિકને કહ્યું કે, “તમે આ દાણા રસ્તામાં નાખતા જતા હતા અને હું તે ઉઠાવતો જતો હતો. એણે દાણા વેર્યા એટલા માટે કે પાછા ફરીને તે ખાણનો રસ્તો વૃદ્ધની મદદ સિવાય સ્વયં શોધી શકે. પૃથ્વીપુત્ર મેક્સિકને એ લાલચને પકડી પાડી. મોહમાયાની જાળમાંથી છૂટવા માટે આપણે આ રીતે બીજાને પ્રેરિત કરી શકીએ અથવા પાઠ શીખવી શકીએ છીએ. ઉપરોક્ત વિશ્લેષણ તથા આંતરરાષ્ટ્રીય અનુભવો અને ઘટનાઓના આધારે એ તો નિશ્ચિત કહી શકાય કે અપરિગ્રહ એ વ્યક્તિ અને સમાજ બંનેમાં સુખ-શાંતિ અને સંતોષનું કીમતી પ્રદાન કરી શકે છે. અપરિગ્રહ કોઈ સંકીર્ણ ધાર્મિક પ્રક્રિયા અથવા અનુષ્ઠાન નથી; તે તો વ્યક્તિ માત્રનો ધર્મ છે. આ તો જીવનશૈલીની એવી ચાવી છે જે સમાજના આર્થિક, સામાજિક પડકારો અને વ્યક્તિની પારિવારિક અને સામાજિક સમસ્યાઓ, મુશ્કેલીઓ અને વિષમતાઓને દૂર કરી શકે છે. આખરે તો અપરિગ્રહમાં ત્યાગ અને પરોપકારની એકીસાથે ગૂંથાયેલી ભાવના સામેલ છે. ઉપભોક્તાવાદ :
આજના સંસારમાં સર્વત્ર ઉપભોક્તાવાદ છવાયેલો છે. ઉપભોક્તાવાદમાં કેટલીય વાર સંસાધનોનો દુરુપયોગ થયા કરે છે. ધનાઢ્ય દેશોમાં અને ધનિક વર્ગોમાં આ સામાન્ય થઈ ગયું છે. સંસારની ૨/૩ જનસંખ્યા અભાવ, નિર્ધનતા અને વિકાસણીનતાથી ગ્રસ્ત છે જ્યારે ૧/૩ સમૃદ્ધ પ્રદેશોમાં અપાર સંસાધનો ઓછી જનસંખ્યાની સુખસુવિધા અને વિલાસિતામાં સમેટાઈ ગયાં છે. સમૃદ્ધ દેશોમાં સંસારની સમગ્ર વસ્તીનો માત્ર ૨૫ ટકા ભાગ વસે છે. પરંતુ એમણે સમગ્ર
mon
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org